Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 149
________________ જેમ લોભક્રિયા કે ક્રોધક્રિયા ધર્મ માટે બનતી નથી એમ અચરમાવર્તમાં મલિન-અન્તરાત્માથી ૬૧ કરાતી કે અનાભોગથી કરાતી ધર્મક્રિયા પણ ધર્મમાટે બનતી નથી, કારણ કે પ્રણિધાન વગેરેનો અભાવ હોવાથી પરમાર્થથી એ શુભ હોતી નથી, આ વાત આપણે પૂર્વના લેખોમાં જોઈ... એને એ માટે પ્રણિધાન વગેરે આશયોનો પણ વિસ્તારથી વિચાર કર્યો. હવે આ લેખમાં અચરમાવર્તમાં ભવ્યજીવોને પણ યોગ કેમ સંભવતો નથી ? એની વિચારણા કરીશું ? લેખાંક ભવ્યજીવમાં સ્વરૂપયોગ્યતા હોવા છતાં પ્રણિધાન વગેરે ન હોવાના કારણે યોગમાર્ગ સંભવતો નથી. આ વાતને સમજવા માટે ઘાસનું દૃષ્ટાન્ત છે. ઘાસ ગાય દ્વારા ખવાય... વાગોળાય.. ને પછી ક્રમશઃ દૂધદહીં-છાશ-માખણ-ઘી ક્રમે ધીરૂપે પરિણમે છે. ઘાસમાં, આ ઘીરૂપે પરિણમવાની જે યોગ્યતા છે એ એની ઘીની સ્વરૂપયોગ્યતા છે. છતાં તૃણાદિકાળે ઘીરૂપે પરિણમવા માટેની સહકારી યોગ્યતા ન હોવાથી એ ઘીરૂપે પરિણમતું નથી, આવું જ પ્રસ્તુતમાં સમજવું. ચરમાવર્તમાં ભવ્યાત્મા યોગરૂપે પરિણમે છે. તેથી એમાં યોગરૂપે પરિણમવાની યોગ્યતા પડેલી માનવી પડે છે... આ એનામાં રહેલી યોગની સ્વરૂપ યોગ્યતા છે. પણ અચ૨માવર્તકાળમાં જીવ જ્યારે હોય છે ત્યારે એમાં સહકારી કારણની યોગ્યતા નથી. એટલે જ સહકારી યોગ્યતાથી શૂન્ય એ અચરમાવર્તકાળમાં કાર્યની = ફળની નિષ્પત્તિ જે નથી થતી તે સહકારી યોગ્યતાના અભાવના કારણે જ નથી થતી એવું સિદ્ધ કરવા માટે શ્રીહરિભદ્રસૂરિ મહારાજે યોગબિન્દુમાં આ પ્રમાણે કહ્યું છે - વનસ્પતિકાયમાં અનંતકાળ રહેનાર જીવને એ કાળદરમ્યાન જેમ દેવલોકનું સુખ નથી સંભવતું... અથવા, ભવ્યજીવોને પણ તેઉકાયમાં જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162