________________
૫૭૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પરિણામસ્વરૂપ નથી, પણ જીવે અનાદિકાળથી જે પ્રવૃત્તિઓ અને વિચારણાઓ વારંવાર કરેલી છે. એના કારણે આત્મામાં પડેલા સંસ્કાર સ્વરૂપ છે. જેમ લોખંડના સળિયાને દીર્ઘકાળ સુધી ડાબી તરફ વાળી રાખવામાં આવ્યો હોય તો પછી ડાબી તરફ ઝુકતા રહેવાના સંસ્કાર એમાં પેદા થઈ જાય છે, એટલે પછી એને જમણી તરફ વાળવાનો કે સીધો રાખવાનો વિશેષ પ્રયત્ન ન હોય ત્યારે એ ડાબી તરફ જ ઝુકેલો રહે છે. એમ આત્મદ્રવ્ય અનાદિકાળથી પ્રમાદ વગેરે, ક્રોધ વગેરે તરફ ઝુકાવવાળું બનેલું છે... આ ઝુકાવ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. આ આત્મદ્રવ્યના જ પરિણામ સ્વરૂપ છે, મનના નહીં, માટે મન ન હોય એવા અસંજ્ઞીપણાના ભાવોમાં પણ આ પરિણામો વિદ્યમાન હોય છે, અર્થાત્ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ વિદ્યમાન હોય છે.
આ ચિત્તવૃત્તિઓને – આ ઝુકાવને જે ખતમ કરી શકે.. ખતમ કરવાને જે અનુકૂળ હોય. એવી ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓથી વિપરીત વૃત્તિઓ (અક્લિષ્ટ-ચિત્તવૃત્તિઓ) એ આશય છે. બધા દુઃખોનું મૂળ સંસાર છે. ને સંસારનું મૂળ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે એવું જિનવચન વગેરેના બળે જીવ જાણે છે એટલે આ ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓને નાબુદ કરવાની વિચારણા-ઇચ્છા જાગે છેમનના ઉપલા સ્તરમાં રહેલી આ વિચારણા-ઇચ્છા એ આશય નથી. પણ એને વારંવાર ધુંટવાથી.. સંકલ્પરૂપ બનાવવાથી એ ભીતરી સ્તરમાં ઉતરે છે. પ્રમાદ તરફના ઝુકાવને કાઢી અપ્રમાદ કેળવવાનો ભીતરી સ્તરમાં રમતો થયેલો આ સંકલ્પ એ ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓને ખતમ કરવાને અનુકૂળ એવી પ્રથમ વિપરીત વૃત્તિ છે. એ પ્રથમ આશય છે. એ પ્રણિધાન છે... એ પણ વસ્તુતઃ આત્મદ્રવ્યના જ એક સંસ્કારરૂપ.... એક પરિણામરૂપ છે એ જાણવું. બધા જ આશયો આત્મપરિણામરૂપ છે. આ પ્રણિધાનને સફળ કરવા માટેના જે ઉપાયો હોય તેને પૂરા પ્રયત્નથી અજમાવી લેવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org