Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 145
________________ ૫૭૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ કષાયમંદતા રૈવેયકના પછીના તરતના ભાવમાં પણ નાશ પામી જાય એવું બને છે. એટલે સંપૂર્ણ કષાયનાશસ્વરૂપ શુદ્ધિપ્રકર્ષ તો સંભવિત બને જ શી રીતે ? વળી જેવી કષાયમંદતા નાશ પામે, એટલે કષાયોની તીવ્રતા, અભવ્યાદિના ક્ષુદ્રતાદિ દોષો વગેરે જોર પકડે જ. એટલે સાનુબન્ધ પુષ્ટિ-શુદ્ધિ છેવટે મુક્તિમાં પરિણમવાના કારણે જેમ મુક્તિફલક કહેવાય છે, એમ પ્રણિધાનાદિ ન હોવાના કારણે જેમાં અનુબન્ધ નથી પડ્યો એવી નિરનુબન્ધ પુષ્ટિ-શુદ્ધિ, આ રીતે, છેવટે તીવ્રકષાયાદિ દોષોમાં પરિણમે છે, માટે એ અશુદ્ધિફલક કહેવાય છે. અને એટલે જ આ આશયો વિનાની ક્રિયા લોભક્રિયા-ક્રોધક્રિયાની જેમ પ્રત્યપાય માટે થાય છે – ધર્મ માટે નહીં, કારણ કે અંદરમાં અશુદ્ધિ પડેલી છે, એમ કહેવાય છે. અભવ્યાદિને મૂળમાં તો અશુદ્ધિ જ બેસેલી હોય છે. માત્ર એ કામચલાઉ યોગ-ઉપોયગને સુધારે છે – શુદ્ધ કરે છે. એટલે, એ સુધરેલા યોગ-ઉપયોગ જેવા ખસે કે તરત પાછી અશુદ્ધિ વ્યક્ત થઈ જાય છે. એટલે કે અશુદ્ધિ અંદર પડેલી જ હતી ને એ જ વ્યક્ત થાય છે.... નિરનુબંધ શુદ્ધિ-પુષ્ટિથી એ પેદા થાય છે, એવું નથી. કારણ કે નિરનુબંધતા અશુદ્ધિનું કારણ ન બની શકે. પણ વ્યક્તરૂપે જોવામાં આવે તો પહેલાં પુષ્ટિ-શુદ્ધિ હતી ને પછી અશુદ્ધિ જોવા મળે છે. એટલે પૂર્વાપર ભાવ હોવાથી નિરનુબંધ પુષ્ટિ-શુદ્ધિને અહીં અશુદ્ધિફલક કહી છે એ જાણવું. જયારે પ્રણિધાનાદિ આશય સ્વરૂપ ભાવ હોય તો ગુણસનથી સમરાદિત્ય સુધીના ભાવોમાં જોવા મળે છે તેમ પુષ્ટિ-શુદ્ધિ ઉત્તરોત્તર વધતી જતી હોય છે. અર્થાત્ સાનુબન્ધ હોય છે... ને તેથી એ ધર્મવ્યાપાર શુદ્ધિપ્રકર્ષ દ્વારા જીવને મોક્ષ સાથે જોડી આપનારો બને છે. માટે પ્રણિધાનાદિ આશયોથી યુક્ત ધર્મવ્યાપાર એ યોગ છે એ પ્રમાણે કહેલી વાત સંગત કરે છે, અને જે મોક્ષનો અભિલાષી છે એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162