Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 143
________________ ૫૭૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ આશયમાં છે. આ જ રીતે અધઃકૃપા વગેરે પણ પ્રણિધાનાશયથી જ હોય છે, પણ ત્યાં એ પ્રયત્નપૂર્વકની હોય છે. ‘મારે ક્ષમા કેળવવી છે, તો ક્રોધી પર તિરસ્કાર ન જ કરાય... કરુણા જ કરવાની' આવા પ્રયત્નની આવશ્યકતા જ ન રહે, ને ક્રોધીને જોઈને સહજ કરુણા જ સ્ફુર્યા કરે... આવી અવસ્થા સિદ્ધિ આશય માટે આવશ્યક છે. સિદ્ધિ અવસ્થામાં ક્ષમાદિ ધર્મસ્થાન એવું ઘુંટાય કે જેનો પડઘો સામા યોગ્યજીવોમાં પડે... ને તેઓમાં એનો વિનિયોગ થાય... આવી અવસ્થા એ વિનિયોગ આશય છે. શ્રી યોગવિંશિકાગ્રન્થમાં પણ આ પાંચ આશયોનું નિરૂપણ છે. ત્યાં ઉપસંહારમાં જે જણાવ્યું છે એનો સાર આ છે - રાગ, દ્વેષ, મોહ વગેરે અન્તઃકરણને મલિન કરનારા - સંક્લિષ્ટ કરનારા મળ છે. ચિત્ત (= આત્મા), અનાદિકાળથી રાગાદિમળથી મલિન છે. એના કારણે પાપબંધ ને અશુદ્ધિ રહ્યા કરે છે. આ રાગાદિમળમાં વધઘટ થયા કરે છે. આ રાગાદિમળ ઘટે એનાથી ચિત્ત પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બને છે. આવું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. એમાં પુષ્ટિ એટલે પુણ્યોપચય અને શુદ્ધિ એટલે પાપપ્રકૃતિ એવાં ઘાતીકર્મો દૂર થવાથી થતી નિર્મળતા. આ પુષ્ટિ અને શુદ્ધિ પ્રણિધાન વગેરે આશય સ્વરૂપ ભાવના કારણે (તજ્જન્ય ક્ષયોપશમાત્મક સંસ્કારના કારણે) સાનુબન્ધ બને છે, અને તેથી શુદ્ધિનો પ્રકર્ષ સંભવિત બને છે. આશય એ છે કે પ્રથમ સંઘયણ, સદ્ગુરુનો યોગ વગેરેની પ્રાપ્તિ માટે પુણ્યોપચય આવશ્યક છે. એટલે, ક્ષાયિક સમ્યક્ત્વ પામનાર જીવ છેવટે ત્રીજા કે ચોથા ભવે તો મોક્ષ પામી જ જાય એવો સામાન્ય નિયમ હોવા છતાં, શ્રી દુષ્પસહસૂરિ મહારાજને પ્રથમસંઘયણ અપાવનાર પુણ્યનો ઉદય ન થવાથી ત્રીજા ભવે મુક્તિ ન થતાં પાંચમા ભવે થશે. વળી અન્તઃકરણના મળસ્વરૂપ રાગાદિનો હ્રાસ થવાથી શુદ્ધિ વધતી જાય છે. પ્રથમસંઘયણ વગેરે પુણ્યોદય હોવા છતાં રાગ-દ્વેષાદિના તથાવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162