________________
પ૭૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ એ સ્પષ્ટ છે કે આ અવસ્થતા વગેરેની વાતો વિનિયોજક મહાત્માની અપેક્ષાએ છે, વિનિયોજ્યજીવની અપેક્ષાએ નહીં.
જે ચીજનો વિનિયોગ કરવામાં આવે એ ચીજ વધારે પ્રબળ માત્રામાં પોતાને પ્રાપ્ત થાય છે. એટલે સામાં જીવમાં પ્રણિધાનનો વિનિયોગ કરવામાં આવે તો પોતાને પ્રબળ કક્ષાનું ઉત્તર પ્રણિધાન પ્રાપ્ત થાય છે. ધર્મમાં જોડાયેલા જીવને શુદ્ધ આત્મસ્વરૂપનું પ્રણિધાનચિત્તધૈર્ય-અધકૃપાનુગત.. વગેરેની પ્રેરણા કરી એ માટે પ્રયત્નશીલ બનાવવો એ પ્રણિધાનનો વિનિયોગ છે. એમ ઉપાયમાં પ્રવૃત્તિનો ને અપાયથી નિવૃત્તિનો અતિશયિત પ્રયતવાળો એ બને એ માટે એને પ્રેરણા કરવાથી પ્રવૃત્તિનો વિનિયોગ થાય છે. આ વિનિયોગથી પોતાનો પ્રવૃત્તિ આશય વધારે પ્રબળ બને છે. આ રીતે સર્વત્ર જાણવું.
આ જ રીતે, તપનો વિનિયોગ કરનાર વિનિયોજક તપધર્મમાં આગળ વધે છે. જ્ઞાનનો વિનિયોગ કરનાર જ્ઞાનમાં આગળ વધે છે વગેરે જાણવું. આનાથી વિપરીત છતી સંયોગ-સામગ્રીએ... જે વિનિયોગ કરતો નથી એ ગુણપ્રાપ્તિમાં પ્રગતિના બદલે પીછેહઠ કરે છે. જેમકે વરદત્તના પૂર્વભવમાં મહાત્માએ જ્ઞાનનો વિનિયોગ બંધ કરી દીધો તો વરદત્તના ભવમાં જ્ઞાનાવરણનો પ્રબળ ઉદય થયો. આ જ કારણ છે કે સાડા નવ પૂર્વથી અધિક જ્ઞાન મેળવનાર મહાત્માને એનો વિનિયોગ અટકી ન જાય એ માટે જિનકલ્પ વગેરેનો નિષેધ છે. એમ હજુ ગચ્છસંચાલન વગેરેનું સામર્થ્ય હોય તો અનશનનો નિષેધ છે. એમ વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે જે કહ્યું છે કે પોતાના શ્રમને ગણકાર્યા વગર શ્રેયસ્કર વાતોનો હંમેશાં ઉપદેશ આપવો જોઈએ એ પણ વિનિયોગની આવશ્યકતાને જણાવે છે.
પ્રણિધાનાદિ આશયોની સંભવિત મર્યાદા - (આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે) અહિંસાદિ ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org