________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૦
૫૭૧ તેથી ભાવધર્મ પ્રાપ્ત થયો જ નથી. જે જોડાણ એ જ ભવમાં પણ, યોગીથી દૂર થવા માત્રથી અહિંસાધર્મને પેદા કરી શકતું નથી એ અનેકભવપછી ભવાંતરમાં એ ધર્મને લાવી આપે એવું માનવામાં શું સુજ્ઞતા છે? વળી આવા જોડાણ માત્રથી જ જો પ્રકૃષ્ટધર્મસ્થાન સુધીની અવસ્થતા આવી જતી હોય તો તો પ્રણિધાનાદિઆશય બિનજરૂરી જ ન બની જાય ? તથા સુવર્ણઘટમાં નેવું ટકા મૂલ્ય તો સોનાનું જ હોય છે, મજુરી તો વધી વધીને પણ દસ ટકા. એટલે જ સુવર્ણઘટ ભાંગ્યા પછી પણ એના માલિકને કાંઈ ભીખ માગવાના દિવસો ન આવે... એમ પ્રસ્તુતમાં બાહ્યસંયમાદિસાધના ન હોવા છતાં આંતરિક તો પ્રબળ ક્ષયોપશમ - સંસ્કાર વિદ્યમાન હોય એ પરિસ્થિતિને જણાવવા માટે સુવર્ણઘટ ન્યાય છે. ઓછામાં ઓછો નેવું ટકા આરાધકભાવ તો એવો જ ઊભો હોય.. માત્ર બાહ્યઆરાધના ન હોય.. ને એટલે જ એ જીવોને દુર્ગતિભ્રમણરૂપ ભીખ માગવાના દહાડા તો ન જ આવે. શું દૂર થયા પછી ક્રૂરતાપૂર્વક હિંસા આચરનારા વાઘસિંહ વગેરે માટે આ બધું કહી શકાય છે ? વળી, સુવર્ણઘટ ન્યાય જ્યાં લાગુ પાડવામાં આવે છે ત્યાં અન્યત્ર ગ્રન્થમાં, રાત્રી વિશ્રામતુલ્યતા કહેલ છે, પ્રયાણભંગ નહીં. શું આ ક્રપશુઓની હિંસા આ કક્ષાની હોય છે ? તેથી આવું જોડાણ એ માત્ર યોગ છે, નિયોગ કે વિનિયોગ નહીં જ. વિનિયોજ્યજીવની અપેક્ષાએ વિનિયોગની અવધ્યતા કહેવી હોય તો આવી કહી શકાય કે એ, યોગ્યજીવમાં ભાવધર્મ ઉત્પન્ન કરી આપવામાં અવળે ઠરે છે. બાકી પ્રકૃષ્ટધર્મસ્થાન પ્રાપ્તિ સુધીની અવધ્યતા તો ભાવધર્મના જનક દ્રવ્યધર્મમાં જોડાયા પછી એ જીવ પ્રણિધાનાદિને ઉત્તરોત્તર કેવા કેળવે છે એના પર આધાર રાખે છે.
વળી, ષોડશક (૩.૧૧)માં જે કહ્યું છે કે “સિદ્ધિનું ઉત્તરકાળભાવી કાર્ય એ વિનિયોગઆશય છે. એ અવંધ્ય હોય છે. એ થયે છત, અખંડ પરંપરા ચાલતી હોવાના કારણે શૈલેશીરૂપ ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિ કરાવી આપવા સુધી એ સુંદર ઠરે છે.” એના પરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org