________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૦
પ૭૭ ધર્મક્રિયા કરવા સાથે પ્રણિધાનાદિ કેળવવા માટે વિશેષ પ્રયત્નશીલ બનવું જોઈએ એવી સત્રેરણા કરે છે.
આમ પાંચ આશયોનો આપણે વિસ્તારથી વિચાર કર્યો. ટૂંકમાં આશય શું છે ? એ સમજવું હોય તો આશય શું છે ? એ સમજતાં પહેલાં ચિત્તવૃત્તિઓ શું છે ? એ વિચારી લઈએ. મનના ભીતરી સ્તરમાં અનાદિકાળથી જે પડ્યું છે તે (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે. જેમકે હિંસા (=પ્રમાદ), ક્રોધ, વિષયોની પરવશતા... વગેરે. અનુપયોગદશામાં પણ મન-વચન-કાયાને સહજ રીતે પોતાને અનુકૂળ રીતે પ્રવર્તાવવા, ઉપયોગ દશામાં વધારે પ્રબળ રીતે પ્રવર્તાવવા... મન-વચન-કાયાનો એનાથી વિપરીત વ્યાપાર સહજ રીતે તો ન જ થવા દેવો... વિપરીત વ્યાપારની સંભાવના ઊભી થાય ત્યારથી જ ખૂબ સંઘર્ષ કરવો પડે એ રીતે એમાં અટકાયતો ઊભી કરવી...આ બધું (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓનું કાર્ય છે.
વિશેષ ઉપયોગ ન હોય તો પણ પ્રમાદનો ચાન્સ મળે તો પ્રમાદ સેવાઈ જ જાય. ને પ્રમાદનો જ ઉપયોગ હોય ત્યારે તો એ તીવ્રમાત્રામાં સેવાય.. એમાં કશો સંઘર્ષ કરવો જ ન પડે... પણ અપ્રમાદનો વિચાર સહજ રીતે ક્યારેય નથી આવતો. અપ્રમાદ હિતકર છે એવું મનમાં સહજ રીતે ક્યારેય નથી બેસતું.. જિનવચનના બળે એને બેસાડવામાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. એ રીતે એને મનમાં બેસાડ્યા પછી આચરણમાં ઉતારવામાં પણ સંઘર્ષ કરવો જ પડે છે.... એ દરમ્યાન જરા પણ ગફલતમાં રહ્યા તો પાછો પ્રમાદ આવી જ જાય.. આવું જ ક્રોધાદિ અંગે છે. ભીતરી મનનો પ્રમાદાદિ તરફનો આ ઢાળ એ (ક્લિષ્ટ) ચિત્તવૃત્તિઓ છે.
અહીં મનના ભીતરના સ્તરો... ભીતરી મન... આવા જે શબ્દો પ્રયોજયા છે તે લોકપ્રસિદ્ધ વ્યવહારને અનુસારે જાણવા.. શાસ્ત્રીયભાષામાં આને “સંજ્ઞા' કહે છે. અને એ વસ્તુતઃ મનના કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org