________________
૫૭૯
બત્રીશી-૧૦, લેખાંક-૬૦ અને જે અપાયો - બાધકો હોય તેનાથી દૂર રહેવાનો પૂરો પ્રયાસ જે કરાવે એવી ભીતરી સ્તરમાં પેદા થયેલી વિપરીતવૃત્તિ એ બીજો પ્રવૃત્તિ આશય છે. આ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં આવતા વિદ્ગોને ગણકાર્યા વગર પ્રવૃત્તિ-નિવૃત્તિને અસ્મલિત બનાવી રાખે એવા પરિણામો એ ત્રીજો વિધ્વજય આશય છે. એના કારણે કોઈપણ પરિસ્થિતિમાં ઉક્ત પ્રવૃત્તિ-નિવૃત્તિ મન-વચન-કાયાના બાહ્ય વ્યાપારમાં જે થયા કરે છે એનાથી અનાદિકાલીન પ્રમાદ વગેરે તરફના ઝુકાવ-(સંસ્કાર) નાશ પામવા માંડે છે અને અપ્રમાદ વગેરે તરફનો ઝુકાવ પેદા થવા માંડે છે. આ કેળવાયેલો આંશિક ઝુકાવ પણ સિદ્ધિ નામનો ચોથો આશય છે. બીજા યોગ્ય જીવોને, તેઓ ચિત્તવૃત્તિઓ ખસેડી વિપરીતવૃત્તિરૂપ (શુભ ચિત્તવૃત્તિરૂપ) આશય પ્રગટાવવાનો પ્રયત્નશીલ બને એ રીતે બાહ્ય ધર્મવ્યાપારોમાં જોડવાનો પ્રયાસ કરાવે એવી વિપરીતવૃત્તિ એ વિનિયોગઆશય.
આમ, ધર્મક્રિયાને શુદ્ધ બનાવી યોગરૂપ બનાવનારા પાંચ આશયો વિસ્તારથી વિચાર્યા. આ આશયો ન હોવાના કારણે અચરમાવર્તિમાં યોગ હોતો નથી વગેરે વાતો આગામી લેખમાં જોઈશું.
One can become Jack of all things, one can become master of one thing, but none can become master of all things. આ અંગ્રેજી કહેવતને ગુરુદેવ! આપશ્રીએ ગલત ઠેરવી હતી. એક-એક યોગમાં આપશ્રી ટોચે પહોંચ્યા હતા. પ્રકૃષ્ટ પ્રજ્ઞા, પ્રકૃષ્ટ સિદ્ધિઓ અને પ્રકૃષ્ટ પરિણતિ એ ગુરુદેવ! આપશ્રીની આગવી વિશેષતાઓ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org