________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૧
૫૮૧ ચારિત્રપરિણામ આવતો નથી એમ અચરમાવર્તિમાં અધ્યાત્મ સંભવતું નથી. (ગાથા ૯૩-૯૪).
પ્રશ્ન : આ સહકારી યોગ્યતા શું છે ? જો એમ કહેશો કે સહકારીકારણોની પ્રાપ્તિ એ સહકારીયોગ્યતા છેતો ઘાસને પણ એ સંભવિત છે જ. આશય એ છે કે અગ્નિસંયોગ મળવા પર માખણમાં ઘી પેદા થાય છે. એટલે કે ઘી માટે અગ્નિસંયોગ એ સહકારી કારણ છે. ને એ તો તણખલાને પણ મળી જ શકે છે ને... એમ પંચેન્દ્રિયપણું, માનવભવ, આર્યદેશ-આર્યકુલ, દેવ-ગુરુની પ્રાપ્તિ, જિનવાણી શ્રવણ.. થાવત્ ચારિત્રની પ્રાપ્તિ ... આ બધા જે સહકારી કારણો ચરમાવર્તવર્તી ભવ્યમાં યોગમાર્ગને પેદા કરે છે, એ સહકારીકારણો અચરમાવર્તવર્તી ભવ્યને પણ મળે જ છે ને.. તો એનામાં પણ સહકારીયોગ્યતા માનવી પડશે. પણ એ માનવાની તો નથી. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે આ સહકારીયોગ્યતા શું છે ?
ઉત્તર : જો આ પરિપ્રેક્ષ્યમાં જ વિચારવાનું હોય તો સહકારીકારણ દ્વારા ઉપાદાનકારણમાં અતિશયના આધાનની યોગ્યતા એ સહકારીયોગ્યતા જાણવી. આશય એ છે કે સહકારીકરણ, ઉપાદાનકારણથી કથંચિભિન્ન-કથંચિ અભિન્ન ( ભિન્નભિન્ન) એવી કોઈક વિશેષતા ઉપાદાનકારણમાં સર્જે છે જેના કારણે પછી કાર્ય પેદા થાય છે. આ વિશેષતાને અતિશય કહે છે... ને ઉપાદાનકારણમાં આવી વિશેષતા સર્જાવી એ અતિશયનું આધાન કહેવાય છે. તૃણાદિમાં કે અચરમાવર્તવર્તી જીવમાં આવા અતિશય આધાનની યોગ્યતા જે હોતી નથી એ સહકારીકરણની અયોગ્યતા કહેવાય છે.
પ્રશ્ન : કોરડું મગ એવું હોય છે કે જે સીઝવાની પ્રક્રિયામાં અગ્નિની કોઈ અસર ઝીલતું નથી. એટલે કે એમાં કોઈ અતિશયનું આધાન થતું નથી. એટલે એને સહકારીકારણની અયોગ્યતા કહી શકાય... પણ તૃણ વગેરે તો કાળા પડી જવું - બળી જવું વગેરેરૂપે અગ્નિની અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org