________________
બત્રીશી-૧૦, લેખાંક-૬૦
૫૭૩ કેળવવાનો દઢ સંકલ્પ થયો છે, પણ એ માટેના ઉપાયોમાં પ્રવૃત્ત થવાનો કે અપાયોથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે- ન કરે... અને જ્યારે પ્રયત્ન કરે ત્યારે પણ, તે અતિશયિત જ હોય એવો નિયમ નહીં.. ઢીલો પોંચો - ગરબડીયો પણ હોય.. આવું ચિત્તનું અવસ્થાન હોય તો પ્રણિધાન આશય છે, પણ પ્રવૃત્તિઆશય નથી.
વિશેષ વિઘ્ન ઉપસ્થિત ન થયું હોય તો, ઉપાય-અપાયના દરેક અવસરે પ્રવૃત્તિ-નિવૃત્તિનું દિલ બન્યું જ રહે (ને એ મુજબ પ્રયત્ન પણ થાય જ) એવી ચિત્તની અવસ્થા કેળવાઈ જાય એટલે પ્રવૃત્તિઆશયનો પ્રારંભ થયો. પણ હજુ વિપ્ન આવે તો ગાડી પાટા પરથી ઊતરી જાય.. આવી હાલત હોય તેથી વિધ્વજયઆશય નથી.
વિન ખડું થવા છતાં પણ વિચલિત થયા વિના પ્રવૃત્તિ-નિવૃત્તિનો અતિશયિત પ્રયત્ન ચાલુ જ રખાવે એવું ચિત્તનું અવસ્થાન કેળવાય ત્યારથી વિધ્વજયઆશયનો પ્રારંભ જાણવો. પણ હજુ “ક્રોધ મારા સ્વભાવમાં જ નથી', વગેરે સંવેદનાત્મક અનુભવ નથી હોતો. “મારા ભગવાને ક્રોધનો નિષેધ કર્યો છે, માટે ક્રોધ કરાય નહીં.” “મારે ક્ષમા કેળવવી છે, માટે ગુસ્સો કરાય નહીં.” વગેરે સંવેદન હોઈ શકે.
જ્યારથી, “ક્રોધ એ મારો સ્વભાવ જ નથી એ મારું સ્વરૂપ જ નથી” વગેરે અનુભવ સ્વયં સ્કૂર્યા કરે અને સહજ રીતે યથાસ્થાન કૃપાઉપકાર-વિનય પ્રવર્યા કરે. આવી ચિત્તની અવસ્થાનો પ્રારંભ એ સિદ્ધિ આશયનો પ્રારંભ છે. જો કે પ્રણિધાનઆશયમાં પણ ‘ક્રોધ એ મારો સ્વભાવ નહીં “હું એ ક્રોધી નથી' વગેરે સંવેદના હોય છે ને અહીં પણ એવી સંવેદના છે, તો બેમાં ફેર શું ? એમાં ઘણો ફેર છે. પ્રણિધાનમાં ક્ષમા સ્વભાવ સાધ્યત્વેન સંવેદાય છે, અર્થાત્ “મારે ક્રોધમુક્ત થવું છે' એ રીતે ક્રોધમુક્તિને સાધવાની સંવેદના છે જ્યારે સિદ્ધિ આશયમાં તે સિદ્ધત્વેન સંવેદાય છે. પોતાના આત્મામાં, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધ ઊઠતો નથી, ને ક્ષમા જ વહ્યા કરે છે. આવો સ્વયં અનુભવ સિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org