Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 136
________________ બત્રીશી-૧૦, લેખાંક-૫૯ ૫૬૭ આની સામે ટી. વી. ત્યાગ (વ્યવહા૨) સુશક્ય હોવા છતાં એ ત્યાગ કરે નહીં, ને ‘ટી.વી. ત્યાજ્ય છે' એવું રટણ કર્યા કરે... એને રટણ માત્ર પોપટપાઠ રૂપ બની રહેવાથી ટી.વી.ની વાસ્તવિક સૂગ (પરિણતિનિશ્ચય) ઊભી થવાની જ નથી... માટે જણાય છે કે ત્યાગ (વ્યવહાર) પરિણતિની (નિશ્ચયની) ભૂમિકા લાવનારો છે. ને તેથી એ પણ અત્યન્ત આવશ્યક છે. આમ નિશ્ચય અને વ્યવહાર બન્ને એકબીજાના પૂરક છે એ સ્પષ્ટ છે. ટૂંકમાં, વ્રત-નિયમ વગેરે સ્વરૂપ વ્યવહારથી પ્રારંભ કરવાનો ને એના દ્વારા સંપૂર્ણ પરિણતિ-નિશ્ચય ઘડાય ત્યાં સુધી પહોંચી જવું જોઈએ. પાણીને પાળ બાંધીને પણ ક્યાં સુધી પકડી રાખશો ? જરાક છિદ્ર મળશે તો અધોગમન ચાલુ... વરાળ બનાવીને એને ઊડાવી જ દો... પછી અધોગમનની શક્યતા જ ન રહે. વિષય-કષાયમાં જતાં મનને નિયમ દ્વારા બાંધી બાંધીને કેટલું બાંધી રાખી શકાય ? એના કરતાં મનમાં જે અનાદિકાળથી વિષય-કષાયની પરિણતિ બેસેલી છે એને જ વિપરીત ભાવનાઓ દ્વારા સાફ કરી નાખો. પછી કોઈ ચિન્તા જ નહીં... પણ હા, જ્યાં સુધી પાણી વરાળ બનીને ઊડી ન જાય ત્યાં સુધી એનું અધોગમન ન થઈ જાય એ માટે એને પાળથી બાંધી રાખવું તો પડે જ. એમ જ્યાં સુધી વિષય – કષાયની પરિણતિઓ ઘસાઈ ન જાય, નાશ ન પામી જાય ત્યાં સુધી વ્રત-નિયમોની પાળથી મનને બાંધી રાખવું તો પડે જ. ને નિશ્ચય સુધી પહોંચો... આ એટલે વ્યવહારથી પ્રારંભ કરો સાધનામાર્ગ છે. ટી.વી. ત્યાગ વગેરેનો બે-ચાર મહિના માટે નિયમ લીધો એટલે વ્યવહારનો પ્રારંભ થાય છે. પણ પછી ટી.વી. અંગે છી... છી... કરવા રૂપ નિશ્ચયને ઘૂંટવામાં જો ન આવે તો આ ત્યાગધર્મ નિયોગ કક્ષા સુધી પહોંચી શકે છે, વિનિયોગરૂપ બની શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162