________________
૫૬૫
બત્રીશી-૧૦, લેખાંક-૫૯ ત્યાગ કરે (વ્યવહાર આદરે) તો એ તનિમિત્તક દુર્ગતિથી તો અવશ્ય બચવાનો છે.
સીધી વાત છે... શરાબ ન પીવો એ વ્યવહાર અને “શરાબ પીવાય જ નહીં... શરાબથી આરોગ્યની પાયમાલી થાય” આવી પરિણતિ ‘ત્યાજ્યતાની બુદ્ધિ' એ આરોગ્યની દૃષ્ટિએ શરાબત્યાગ અંગેનો નિશ્ચય. આવો નિશ્ચય ન પણ પ્રગટ થયો હોય તો પણ શરાબ છોડવાનો વ્યવહાર પાળનારો આરોગ્યની પાયમાલીના નુકશાનથી બચવાનો છે.
જ્યારે “શરાબ ત્યાજ્ય છે” “શરાબ ત્યાજ્ય છે' એમ બોલ્યા કરે... (કોરો નિશ્ચય રટ્યા કરે) પણ શરાબ છોડે નહીં (વ્યવહાર પાળે નહીં), એ આરોગ્યની પાયમાલી નોતરવાનો જ છે.
ત્યાગથી (વ્યવહારથી) પરિણતિની - વૈરાગ્યની (નિશ્ચયની) ભૂમિકા આવે છે, ને નિશ્ચયની ભૂમિકાથી વ્યવહારમાં (ત્યાગમાં) આનંદ આવે છે.
શરાબીને નશો કરતો જોઈને આપણને શું થાય છે? એ વિચારવું જોઈએ. નથી આપણને નશો કરવાનું મન થતું કે નથી આપણે નશો જે નથી કરતા એનો અફ્સોસ થતો. ઉપરથી આપણે નશો નથી કરતાં એનું ગૌરવ - આનંદ અનુભવાય છે ને નશો કરનારની દયા આવે છે. આવું જ માંસભક્ષણ વગેરે અંગે છે. પણ, ચાર-છ મહિના માટે ટી.વી.નો ત્યાગ કરનારને, બીજાઓને ટી.વી. પર મેચ વગેરે નિહાળી આનંદિત થતાં જોઈ શું થાય છે ? ટી.વી. જોવાનું પોતાને પણ મન થઈ જાય છે ? પોતે નિયમના કારણે ન જોઈ શક્તા હોવાનો અફસોસ થાય છે ? પેલો ફાવી ગયો. ને પોતે ફસાઈ ગયો. એમ ઉપરથી જાતની દયા આવે છે? આવો ફેર કેમ પડે છે ?
કારણ સ્પષ્ટ છે : શરાબત્યાગના વ્યવહાર સાથે શરાબ ભારે પાયમાલી કરનાર છે” એવો નિશ્ચય ભાવિત કરેલો છે. પણ ટી. વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org