________________
૫૬૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
ભવિષ્યમાં મા હાજર ન હોય ત્યારે પણ બાળક વિષ્ઠામાં હાથ ન નાખે એ માટે છી...છી... સમજાવવાનું... આ બન્ને આવશ્યક છે.
ત્યાગનો કોઈ પણ નિયમ જે... ચાર-છ મહિના માટે કે યાવજ્જીવ માટે પણ લેવાય છે એ વિષ્ઠામાંથી હાથ ખસેડી લેવા રૂપ છે... આ વ્યવહાર છે. પણ, આ નિયમનું માત્ર પાલન પર્યાપ્ત નથી હોતું... કારણ કે એ તો ખાલી હાથ ખેંચેલો રાખવા રૂપ છે. એકલું એ, ત્યાજ્ય વસ્તુનું અનાદિકાળથી જીવને જે આકર્ષણ બેસેલું છે એને મોળું પાડવા સમર્થ નથી હોતું. એટલે, એની સાથે, જીવને વારંવાર આ ત્યાજ્ય છે... મારા આત્માને ઘોર નુકશાન ક૨ના૨ છે... દુર્ગતિઓમાં રખડાવનાર છે' વગેરે સમજણ આપવી જોઈએ... એ પાપના કે દોષના કારણે દુઃખી થયેલા જીવોના ભૂતકાલીન કે વર્તમાનકાલીન દૃષ્ટાંતો નજર સામે લાવ્યા કરવા જોઈએ... જીવને આવા વિચારોથી ભાવિત કરવો જોઈએ. આ બધું છી...છી... સમજાવવા બરાબર છે. વારંવાર એ કરવાથી ત્યાજ્યતાનો બોધ જાણકારીના સ્તર પરથી સંવેદનાના સ્તર પર જાય છે. ચિત્તના ભિતરી
સ્તરોમાં પણ આકર્ષણ છૂટીને ત્યાજ્યતા પ્રતીત થાય છે. આ પરિણતિ છે, આ નિશ્ચય છે.... આત્મહિત માટે આ નિશ્ચય... ને વ્યવહાર બંને આવશ્યક છે.
હાથ ખેંચી લેવા રૂપ વ્યવહાર તત્કાળ વિષ્ઠાથી ખરડાવાનું ટાળે છે. ને છી... છી... આ સમજણ વિષ્ઠાની સૂગ ઊભી કરે છે. ત્યાગના નિયમરૂપ વ્યવહાર દુર્ગતિપાતને ટાળે છે. ને આ વિષયો ભારે નુકશાનકર્તા છે’ વગેરે ભાવના વિષયોની સૂગ રૂપ નિશ્ચય ઊભો કરે છે, જે વિષયોનું આકર્ષણ જ મિટાવી દે છે. ટી.વી.નો ત્યાગ ન કરે (વ્યવહા૨ ન આદરે) ને ટી.વી. ત્યાજ્ય છે, ટી.વી. ત્યાજ્ય છે... એવી કોરી નિશ્ચયની વાતો કર્યા કરે એ દુર્ગતિમાં પટકાવાનો છે... જ્યારે, કદાચ ‘ટી.વી. ત્યાજ્ય છે’ એવી પરિણતિ (નિશ્ચય) ન કેળવે, તો પણ ટી.વી.નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org