________________
પ૬૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ત્યાગની સાથે ટી.વી. ભારે ખાનાખરાબી સર્જનાર છે એ ભાવિત કરાતું જતું નથી... (જાત ને ટી.વી. અંગે છી.. છી. સમજાવાતું નથી) એટલે નિશ્ચિત થાય છે કે પરિણતિરૂપ નિશ્ચય ત્યાગ વગેરરૂપ વ્યવહારમાં આનંદ લાવનાર છે. (આ આનંદ જ, નિયમોનો કાળ પૂર્ણ થયા બાદ નિયમને આગળ વધારશે. ક્યારેક પરિસ્થિતિવશાત્ ત્યાગ આગળ ન વધી શકે ને પ્રવૃત્તિ ચાલુ થાય તો પણ, એમાં આસક્તિ તો નહીં જ થવા દે.) શરાબત્યાગની પરિણતિ હોવાથી શરાબત્યાગમાં આનંદ અનુભવાય છે. ને એ આનંદ અનુભવાય છે માટે શરાબયાગ ગમે એટલો દીર્ધકાળ ચાલે તો પણ ક્યારેય એમાં થાક લાગતો નથી. યદુવંશના રાજકુમારોને પરિણતિ ઘડાઈ ન હોવાથી થાક હતો, એટલે અવસર મળતાં જ શરાબ પર તૂટી પડ્યા. છ મહિના મિઠાઈનો ત્યાગ કર્યા બાદ, નિયમ પૂરો થતાં જ એના પર તૂટી પડવાનું હોય. હાશ ! નિયમ છૂટ્યો.... એવો હાશકારો થાય તો સમજવાનું કે નિયમનો થાક હતો.. નિશ્ચય કેળવાયો નથી. આયંબિલની લાંબી ઓળી પૂર્ણ થયા બાદ... પારણું કરવું પડે... આવશ્યક્તા હોય તો મિઠાઈ આરોગવી પણ પડે. છતાં, ઓળી પહેલાં જે ષડ્રસ ભોજનનું આકર્ષણ હતું, તે હવે ઘટ્યું તો હોય જ. જો એ ઘટયું ન હોય. ને પૂર્વવત્ આકર્ષણ રહ્યા કરતું હોય તો નિશ્ચય ઘડાયો નથી એમ સમજવું પડે. આયંબિલની ઓળી ચાલતી જાય ને સાથે મનને વારંવાર પરસનાં ભોજન રસનેન્દ્રિયની પરવશતા દ્વારા કેવા નુકશાનકારક બની શકે છે એ સમજાવાયા કરાતું જાય.. તો નિશ્ચય ઘડાય. સંયમજીવનમાં મહાવ્રતોનું સુંદર પાલન કરવામાં આવે. પણ વિષય-કષાય અને હિંસાદિ આશ્રવમય સંસારની દુષ્ટતા વારંવાર ભાવિત કરાતી ન જાય, તો દેવલોકમાં વૈરાગ્ય અને સમ્યકત્વ જાળવવા કઠિન બની જાય, ભાવિત કરાયા વિના (નિશ્ચય કેળવ્યા વિના) વ્રતો-નિયમોનું ગમે એટલું દીર્ઘપાલન પણ (એકલો વ્યવહાર) આત્માને એટલું હિતકર નીવડતું નથી એ દરેક હિતેચ્છુએ સમજી રાખવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org