________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૯
પ૬૩ વિનિયોગ કક્ષાનો નહીં, કારણકે એણે વિશિષ્ટ ક્ષયોપશમ પેદા કર્યો નથી.) પણ, જો ચાર મહિનાનો નિયમ પૂર્ણ થાય ને એનાથી હવે ટી.વી. જોવાનું આકર્ષણ જ ન રહે... હંમેશ માટે ટી. વી.ને છોડી દે. તો ત્યાગનો નિયમ વિનિયોગ કક્ષાનો જાણી શકાય.
ટી.વી, રાત્રીભોજન... વગેરે પાપો ત્યાજ્ય છે એવું સમજાવવા માટે અપાતી દલીલો મગજમાં બેસે છે. ગમે છે. હિતકર લાગે છે... ને તેથી બે-ચાર મહિના માટે ત્યાગનો નિયમ પણ લેવાય છે. છતાં, જેવો નિયમ પૂર્ણ થાય કે તરત પૂર્વવત્ એ જ તીવ્રરસથી ટી. વી. જોવાનું ચાલુ થઈ જાય છે.. ને જ્યાં સુધી નિયમ હોય છે ત્યાં સુધી પણ અંદર તો ટી. વી. જોવાનું આકર્ષણ રમ્યા જ કરતું હોય છે. ને એના કારણે ક્યારેક બીજાઓને ટી.વી. જોઈને આનંદિત થતાં જોઈ પોતાને ટી.વી. ન જોઈ શકવાનો અફસોસ અનુભવાય છે. બાધા લેવામાં ઉતાવળ થઈ ગઈ...
ક્યાં બાધા લઈ લીધી ? ન લીધી હોત તો સારું થાત. વગેરે રૂપે પશ્ચાત્તાપ થાય છે... આવી ઘણાની ફરિયાદ હોય છે. આવું કેમ થાય છે ? એ વિચારીએ...
નાનું બાળક વિષ્ઠામાં હાથ નાખે છે. મા, માત્ર એનો હાથ વિષ્ઠામાંથી ખસેડી લે છે એવું નથી હોતું... પણ સાથે છી...છી...છી... પણ બાળકને સમજાવે છે. જો આ છી...છી... ન સમજાવે, ને માત્ર હાથ ખસેડ્યા કરે.. તો બાળક પુનઃ પુનઃ હાથ નાખ્યા કરશે. કારણ કે એ જાણતું નથી કે “આ ગંદુ છે – આમાં હાથ ન નંખાય'. એટલે હાથ ખેંચી લેવા માટે મા હાજર નહીં હોય ત્યારે બાળકનો હાથ વિષ્ઠામાં જવાનો જ, તેથી છી...છી.. સમજાવવું જરૂરી છે. વળી મા એકલું છીછી કરે, પણ હાથ ન ખસેડે, તો એ પણ પૂરતું નથી, કારણકે તત્કાળ હાથ ખરડાવાનું... એ હાથ મોંમાં જવાનું. એનાથી કદાચ આરોગ્યને નુકશાન થવાનું... ને તેથી છી...છી.. એ માત્ર પોપટપાઠરૂપ બની જવાનું નુકશાન ઊભું રહે છે. એટલે આ નુકશાનને વારવા માટે હાથ ખેંચી લેવાનું ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org