________________
૫૪૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
પ્રયોજયા છે. ને સાથે જણાવ્યું છે કે આવી સંવેદના જ્ઞાનદર્શનચારિત્રકમૂર્તિકા હોય છે. ઉશ્કેરાટ એ મારો સ્વભાવ જ નહીં, મારો તો શાંત સ્વભાવ છે આવી જાણકારી એ જ્ઞાન છે. આવા સ્વભાવની પ્રાપ્તવ્ય તરીકેની સંવેદના = (મારે આ સ્વભાવ આત્મસાત્ કરવો છે એવું દિલ સંવેદ્યા જ કરે) એ શ્રદ્ધા છે – દર્શન છે. આત્માની આવી શાન્ત પરિણતિ (= આત્મા ક્ષમારૂપે પરિણમવો) એ ચારિત્ર છે. તે તે ક્ષમાદિ ગુણનું જ્ઞાન, શ્રદ્ધા અને પરિણતિરૂપ બને એટલે જ્ઞાનદર્શનચારિત્રકમૂર્તિકા કહેવાય..
અહિંસા-ક્ષમા વગેરે ધર્મોના બાધક કર્મોનો વિશિષ્ટ પ્રકારનો ક્ષયોપશમ એ સિદ્ધિનું આંતરિકસ્વરૂપ છે. “અન્યને પીડા ન પહોંચાડવી વગેરે અહિંસાદિનું બાહ્યસ્વરૂપ છે. ચારિત્ર અંગેનો કોઈપણ વિશિષ્ટ ક્ષયોપશમ જ્ઞાન-દર્શનથી સહકૃત જ હોય છે. અને તેથી એ, ત્રણેના અનુભવાત્મક જ હોય છે. એટલે જ એ નિદ્રાદિકાળે પણ વૈપરીયવારક હોય છે.
એટલે જ જેને તપ સિદ્ધ થયો હોય, એને ખાવા છતાં તપનો જ અનુભવ થતો હોય છે. જેમકે આહાર કરવા છતાં ઉપવાસી એવા ભાઈમહારાજને તથા કૂરગડું મહાત્માને. આનાથી વિપરીત, તપ કરીને ખાવાનો સ્વભાવ તરીકે અનુભવ થયા કરે તો સિદ્ધિ નથી. તપકાળે પણ, ખાવા તરફ જ મન ખેંચાયા કરે.. ખાવામાં જ મન કરે. ખાવાની પ્રક્રિયા જ સહજ લાગે... આ બધું ખાવું એ મારો સ્વભાવ છે એવી સંવેદનાનાં ચિહ્નો છે. આની સામે, પારણાકાળે પણ, તપ તરફ જ મન લલચાયા કરે.. તપમાં જ મન ઠરે. તપ સહજ લાગે ને ખાવું એ તો વેઠ લાગે.. ઝંઝટ લાગે... આ બધું તપસ્વભાવની સંવેદનાનાં ચિહ્નો છે.
સીધી વાત છે. રોગકાળે પણ રોગીના મનમાં આરોગ્ય જ રમ્યા કરતું હોય છે. આરોગ્ય જ પોતાની સાહજિક સ્થિતિરૂપે પ્રતીત થયા કરે.... રોગ તો ઔપાધિક લાગે. રોગ કદાચ લાંબો ચાલે તો પણ આ સંવેદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org