________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૮
૫૫૧
વિનિયોગ થાય, આ વિનિયોગથી ક્ષયોપશમ સાનુબન્ધ થાય... પછી તેના પ્રભાવે વધારે ગુણ સિદ્ધ થાય... વળી ઓર વિનિયોગ થાય, તેના કારણે વધારે ક્ષયોપશમ સાનુબન્ધ થાય... આ ક્રમે જીવ પ્રકૃષ્ટગુણને પામે છે. વળી પ્રકૃષ્ટધર્મસ્થાન એટલે તો ક્ષાયિક ધર્મસ્થાન... ક્ષાયિક અહિંસા-ક્ષમા વગેરે પામનારો તો એ જ ભવમાં મોક્ષે જાય. એટલે અનેક જન્માન્તરની પરંપરા દ્વારા પ્રકૃષ્ટગુણને પામવાની વાત પણ અસંગત ઠરે. એટલે પૂર્વે જે સિદ્ધિ થયેલી છે એમાં પ્રકૃષ્ટ ગુણ નથી એ તો સ્પષ્ટ જ છે. અને તેથી ધારો કે પોતે વિવક્ષિત ગુણોને ૫૦% સુધી આત્મસાત્ કર્યો હોય તો ૫૦% ગુણની સિદ્ધિ છે. એ વખતે ૬૦-૭૦... વગેરે % જેટલા ગુણોની સિદ્ધિવાળા જીવો એ અધિક ગુણી ને ૪૦-૩૦ ટકા વગેરે વાળા જીવો એ હીનગુણ... તેમજ હજુ ગુણ કેળવ્યો જ ન હોય એવા બધા જીવો નિર્ગુણ. ‘પોતાનામાં જેટલો ગુણ સિદ્ધ થયો છે એના કરતાં સામી વ્યક્તિમાં ૧૦-૨૦% વધારે ગુણ પ્રગટ થયો છે એ છદ્મસ્થ શી રીતે જાણી શકે ?' આવો પ્રશ્ન ન કરવો, જેમ સુવિહિતસાધુપણાનો નિર્ણય આલયવિહારાદિ પરથી કરી યથાયોગ્ય વિનય-બહુમાનાદિ કરવાના હોય છે એમ પ્રસ્તુતમાં સામી વ્યક્તિના વાણી-વર્તાવ વગેરે ૫૨થી એનું ગુણાધિક્ય જાણી શકાય છે. એમ વિશેષ પ્રસંગે ગુણાધિક્ય જાણી શકાય છે. આ ગુણાધિક્યના નિર્ણયમાં જ્ઞાનાવરણના અપરાધ તરીકે ક્યારેક ભ્રમણા થવાથી બહુમાનાદિ અંગે વૈતથ્ય થાય તો પણ એ દોષરૂપ નીવડતું નથી. આશય એ છે કે ગુણાધિકજીવનું ગુણાધિક્ય પ્રગટ થયું ન હોવાના કારણે જાણી શકાયું ન હોય અને તેથી બહુમાન-વિનયાદિ કરવામાં ન આવે તો પણ એટલા માત્રથી ‘સિદ્ધિ’ દૂષિત થઈ જતી નથી. જેમકે કેવલજ્ઞાની તરીકે પ્રગટ ન થયા હોય તેવા કેવલી પ્રત્યે બહુમાનાદિ ન જાગવા માત્રથી અન્ય મહાત્માઓના અહિંસાદિ ધર્મસ્થાનો દૂષિત થતા નથી. એમ, સંયમસ્થાનમાં વસ્તુતઃ નિમ્નકક્ષાએ રહેલા એવા પણ રત્નાધિક પ્રત્યે ઉપલા સંયમસ્થાનમાં રહેલા અવમરાત્વિક વિનય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org