________________
૫૪૯
બત્રીશી-૧૦, લેખાંક-૫૮ જૂઠ ન બોલશો'... પેલો વકીલ ભારે આશ્ચર્ય અનુભવી રહ્યો. તમે કઈ જાતના માણસ છો ? યુવક કહે – અમને અમારા દેશમાં અમારા ધર્મની આ વાતો ગુરુદેવો દ્વારા જાણવા મળી છે. ને એ આત્મસાત્ થયેલી છે. એને જાળવવા અમે ગમે તે ભોગ આપી શકીએ કોર્ટમાં એણે સાચી વાત કરી જ દીધી છે. મારાથી ટક્કર લાગી છે, મારો ગુનો સ્વીકારું છું. ને મને જે દંડ થતો હોય તે જણાવો. હું ભરી આપીશ.” એ વખતના ડોલરના ભાવે રૂપિયા પોણા બે કરોડ થાય એટલું વળતર ચૂકવવું પડ્યું. પાસે માત્ર ૮૦ ડોલર બચ્યા. પણ અસત્ય વચન ન બોલ્યાનો અપાર આનંદ હતો - સંતોષ હતો. ૬ વર્ષ બાદ પણ મહાત્માને આ વાત કરતાં કરતાં એના રોમાંચ ખડા થયા હતા.
સત્યવચનની સિદ્ધિ અને એ માટેનો વિધ્વજય કેવી ચિત્તવૃત્તિની અપેક્ષા રાખે છે એ આના પરથી કલ્પી શકાય છે.
વિધ્વજય પછી જ સિદ્ધિ થાય છે એ આપણે જોઈ ગયા. વળી, વિધ્વજય પણ, પ્રણિધાન અને પ્રવૃત્તિઆશય પર્યાપ્ત કેળવાયેલા હોય તો જ કેળવાય છે. એટલે સિદ્ધિ આશય સુધી પહોંચેલા સાધકને પ્રમાદાદિ જન્ય અતિચારની સંભાવના રહેતી નથી. ક્યારેક જે ઓછું વધતું આચરણ હોય તે પરિસ્થિતિવશાત્ કર્યું હોવાથી અપવાદરૂપ હોય છે, પણ અતિચારરૂપે હોતું નથી. માટે આ અવસ્થામાં ધર્મસ્થાનની પ્રાપ્તિ અતિચાર રહિત હોવી કહી છે. આનો સૂચિતાર્થ એ છે કે ક્યારેય પણ પ્રમાદાદિવશાત્ અતિચાર લાગે નહીં એ રીતે ધર્મસ્થાન મેળવવામાં આવે તો “સિદ્ધિ' થાય.
ક્ષમાદિને પોતાના સ્વભાવ તરીકે સંવેદનારને (અને તેથી સર્વ જીવોનો આ જ સ્વભાવ છે એવું સંવેદનારને) બીજો ગુસ્સો રોકી ન શકે તો પણ એના પર તિરસ્કાર ન જ આવે, કૃપા (કરુણા) જ આવે એ સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org