________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૮
પપપ
આવશ્યક બનતી હોય છે. આ ન કરનારને ‘સિદ્ધિ આશય સંભવતો નથી. એટલે, પોતે પ્રવચનકાર હોય. અન્ય પ્રવચનકારને ક્યારેક કોઈ ચોક્કસ વિષય પર પ્રવચન કરવાના પ્રસંગે મુદા માગે તો એ વખતે સ્પર્ધા-ઈર્ષ્યા વગેરે ભાવોને ન અપનાવતાં ઉમળકાભેર ઉદારતાપૂર્વક પોતાને ખ્યાલમાં હોય તે મુદા વગેરે આપવાનું સહજ દિલ બન્યું રહેવું જોઈએ... કશું છૂપાવવાનું મન ન થવું જોઈએ. તો સિદ્ધિ આશય કેળવાયો છે એમ માની શકાય.
આમ કૃપા-ઉપકાર અને વિનય એ ક્ષયોપશમને સાનુબન્ધ કરવાના જેમ કારણો છે, એમ તે તે ગુણ પોતાને સિદ્ધ થયો છે કે નહીં? એના સૂચક પણ છે એ જાણવું. સ્વપ્રાપ્ત ગુણોનો અહંકાર આ ત્રણેનો પ્રતિબન્ધક છે. એટલે કે કૃપા વગેરે ન અનુભવાતાં હોય તો સમજવું પડે કે અંદર અહંકાર પ્રગટ થયો છે. વળી અહંકાર તો પ્રાપ્ત થયેલી કોઈપણ ભૌતિક કે આધ્યાત્મિક ચીજના અજીર્ણ સ્વરૂપ છે. ને જેનું અજીર્ણ થાય એ વસ્તુ પ્રકૃતિમાતા પુનઃ આપતી નથી. એટલે પ્રાપ્તગુણ પણ ગુમાવવાનો વારો આવે છે. આગળ વધવાની તો વાત જ દૂર રહે. તેથી જેને ઉત્તરોત્તર પ્રગતિ સાધવાની ઇચ્છા હોય એણે અહંકાર ન ઊઠે એ રીતે પ્રયતશીલ બનવું જોઈએ, એ માટેની કેટલીક વિચારણાઓ –
ગુમાયેલી ચીજ પાછી મળે એનો આનંદ જરૂર હોય પણ અહંકાર કાંઈ કરવાનો હોતો નથી. “જુઓ ! ખોવાયેલા ચશ્મા મને મળી ગયા.' આવો અહંકાર કરવા જાય તો તો ઉપરથી “અલ્યા, પણ તે ચશ્મા ગુમાવ્યા કેમ?” એમ નાલેશી થાય. ક્ષમા વગેરે બધા ગુણો આત્મામાં રહેલા જ છે. પણ અનાદિકાળથી એ ખોવાયેલા (આવરાયેલા) છે એટલે એની પ્રાપ્તિ થાય ત્યારે આનંદ જરૂર અનુભવીએ, અહંકાર શો ?
शुद्धाः प्रत्यात्मसाम्येन पर्यायाः परिभाविताः । अशुद्धाश्चापकृष्टत्वान्नोत्कर्षाय महामुनेः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org