________________
૫૫૮
બત્રાશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
પણ, રમેશ, અકસ્માત્ ગોરામાંથી શ્યામ થઈ જાય તો એ જરૂર એના માટે આઘાતજનક બિના બને છે, ને એમ મહેશનો જો કોઈ દિવ્ય આશીર્વાદથી ગૌરવર્ણ થઈ જાય તો એ જરૂર આનંદજનક બિના બની રહે છે. એટલે જણાય છે કે, ઉપલક્ષણમાં ધરખમ ફેરફાર થઈ જાય... તે ત્યાં સુધી કે સાવ વૈપરીત્ય આવી જાય.. તો પણ એ ઉપલક્ષ્યને અસરકર્તા હોતો નથી... પણ લક્ષણમાં થતો ફેરફાર જરૂર લક્ષ્યને અસરકર્તા હોય છે.
આંબા નીચે હોવાનું કે ખૂબ કેરીઓથી લચી પડેલા સમૃદ્ધ ઘટાદાર આંબા નીચે હોવાનું રમેશને કોઈ ગૌરવ હોતું નથી, સામે પક્ષે લીમડા નીચે હોવાની કે એકદમ સૂકા ભઠ્ઠ વૃક્ષ નીચે હોવાથી મહેશને કોઈ દીનતા-લઘુતા હોતી નથી. એટલે નિશ્ચિત થાય છે કે ઉપલક્ષણ સારું હોય કે સારામાં પણ વધારે સમૃદ્ધ હોય તો પણ ઉપલક્ષ્યને એનો કોઈ અહંકાર હોતો નથી. ને એમ ઉપલક્ષણ નરસું હોય કે અત્યંત નિકૃષ્ટ હોય તો પણ ઉપલક્ષ્યને લેવાઈ જવાની કોઈ જરૂર હોતી નથી.
કોઈ આંબાના ગુણગાન ગાય કે લીમડાની નિંદા કરે તો પણ રમેશ-મહેશ પ્રસન્ન-અપ્રસન્ન થતા નથી. અર્થાત્ ઉપલક્ષણની સ્તુતિનિન્દાથી ઉપલક્ષ્ય નિર્લેપ હોય છે. હા, લક્ષણની સ્તુતિ-નિન્દા જરૂર લક્ષ્યને આનંદ-આઘાત ઉપજાવનારા બને છે.
આવા તો ઘણા તફાવતો વિચારી શકાય... હવે આ વાતોને આત્માની દૃષ્ટિએ વિચારીએ. પૂર્વે પ્રણિધાન આશયમાં નેતિ-નેતિની જે વાત કરેલી એમાં મનુષ્યપણું, યૌવન, શ્રીમંતાઈ, રૂપ વગેરે જે જેને નકારવાની વાત હતી તે બધી જ જીવની કામચલાઉ અવસ્થા રૂપ છે. કોઈ જ કાયમી અવસ્થા નથી, કારણ કે બધી જ પરિવર્તનશીલ છે... માટે એના દ્વારા, ‘ફલાણો શ્રીમંત છે’... ‘ફલાણો રૂપાળો છે.' ‘ફલાણો હોંશિયાર છે’... વગેરે જે ઓળખાણ અપાતી હોય છે એમાં આ બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org