________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૯
૫૫૭ અજીર્ણરૂપ હોવાથી ઉપરથી પીછેહઠ ચાલુ થાય છે. તેથી ગુણવિકાસના ઇચ્છુકે પ્રાપ્તગુણનો અહંકાર ન આવી જાય એની કાળજી લેવી આવશ્યક છે. એ માટેની એક વિચારણા ગયા લેખના અંતભાગે કરેલી. હવે, એ અંગેની જ એક બીજી વિચારણા આ લેખમાં જોઈએ -
કોઈ પણ વસ્તુનો પરિચય બે રીતે આપવામાં આવે છે. એની કામચલાઉ વિશેષતા દ્વારા ને એની કાયમી વિશેષતા દ્વારા. જેમકે આગંતુક આદમી જુદા જુદા રહીશોને પૂછે છે, રમેશ કોણ છે? અને મહેશ કોણ છે? એક રહીશ કહે છે – પેલા આંબાના ઝાડ નીચે ઊભો છે, એ રમેશ છે, ને લીમડાના ઝાડ નીચે ઊભો છે તે મહેશ છે. બીજો રહીશ કહે છે કે પેલો ગોરો સરખો ને ઊંચો જે છે એ રમેશ છે. ને શ્યામવર્ણવાળો થોડો ઠીંગુજી જે છે તે મહેશ છે. આંબાના ઝાડ નીચે હોવું કે લીમડાના ઝાડ નીચે હોવું એ બધી કામચલાઉ વિશેષતાઓ છે. પરિચય તરીકે અપાતી આવી – હંમેશા ન રહેનારી – બદલાતી રહેતી – વિશેષતાઓ શાસ્ત્રીય પરિભાષામાં ઉપલક્ષણ કહેવાય છે ને એ વખતે જેનો પરિચય અપાઈ રહ્યો હોય તે વસ્તુ (રમેશ-મહેશ વગેરે) ઉપલક્ષ્ય કહેવાય છે. પણ, ગૌરવર્ણ-ઊંચાઈ વગેરે તો રમેશની કાયમી વિશેષતાઓ છે, બદલાઈ જનારી નથી, એમ શ્યામવર્ણ-ઓછી ઊંચાઈ વગેરે મહેશની કાયમી વિશેષતાઓ છે (આ રમેશ-મહેશ તરીકેની અપેક્ષાએ સામાન્યથી વાત જાણવી... આત્માની અપેક્ષાએ નહીં). પરિચય તરીકે અપાતી આવી કાયમી વિશેષતાઓ શાસ્ત્રીય પરિભાષામાં લક્ષણ કહેવાય છે અને એ વખતે જેનો પરિચય અપાઈ રહ્યો હોય તે લક્ષ્ય' કહેવાય છે.
લક્ષણ અને ઉપલક્ષણના કેટલાક તફાવત નીચે મુજબ છે :
રમેશ આંબાને છોડીને લીમડા નીચે આવી જાય એટલા માત્રથી રમેશને કાંઈ આઘાત અનુભવવાની જરૂર નથી કે મહેશ લીમડાને છોડી આંબા નીચે આવી જાય એટલા માત્રથી એણે હરખાઈ જવાનું હોતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org