________________
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે જીવના શુદ્ધ (=ક્ષાયિક) ગુણો તો બધા જ જીવોમાં સમાન હોવાથી કોઈ કોઈનાથી ઊંચું છે જ નહીં... તો અહંકાર શું કરવાનો ? ને જે અશુદ્ધ (= ક્ષાયોપશમિક) ગુણો છે તેમાં હીનાધિક્ય જરૂર હોય છે, પણ એ બધા જ (ગમે એટલો ઉત્કૃષ્ટ કક્ષાનો હોય તો પણ - જેમકે સર્વાક્ષર સંનિપાતી શ્રુતકેવલીનું ૧૪ પૂર્વનું જ્ઞાન પણ) શુદ્ધ (= ક્ષાયિકગુણો - કેવળજ્ઞાન વગેરે)ની અપેક્ષાએ સાવ નિમ્નકક્ષાના હોવાથી એનો પણ અહંકાર શું ?
૫૫૬
સીધી વાત છે, બીજાને જે દસ જ રૂપિયા મળ્યા છે એને નજરમાં રાખે તો સો રૂપિયા મેળવનારને અહંકારનો ચાન્સ છે. પણ એ માણસ મેળવવા યોગ્ય જે એક અબજ રૂપિયા છે એમાંથી બાકી રહેલા જે નવ્વાણું કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો રૂપિયા છે એને નજરમાં રાખે તો મેળવેલા સો રૂપિયાનો અહંકાર કે સંતોષ તો બાજુ ૫૨, જે કરોડો બાકી છે એ મેળવવાની તાલાવેલી જ જાગે. કારણ કે સો મળ્યા છે, તો બાકીના મળી જવાની શક્યતા આશા જાગી છે.
અહંકારને નાથવાની એક બીજી પણ વિચારણા છે, જે આગામી લેખમાં જોઈશું.
લેખાંક
"
ધર્મક્રિયાઆને
૫૯
આપણી ‘યોગ’માં રૂપાંતિરત કરી આપનાર પ્રણિધાનાદિ પાંચ આશયોની આપણે વિચારણા કરી રહ્યા છીએ. એમાં ચોથા સિદ્ધિઆશયમાં આપણે એ જોયું કે કૃપા-ઉપકાર અને વિનય એ ક્ષયોપશમને સાનુબન્ધ કરીને ગુણોને ઉત્તરોત્તર વર્ધમાન બનાવે છે. પણ અહંકાર આ ત્રણેનો પ્રતિબંધક છે. તેથી પ્રગતિ તો અટકી જ જાય છે, પણ અહંકાર સ્વપ્રાપ્તગુણોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org