________________
૫૫૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ બહુમાનાદિ કરે તો એમનું સંયમ વધુ નિર્મળ જ થાય છે, દૂષિત નથી થતું. એટલે ઉપકાર-સંયમપર્યાય વગેરે દૃષ્ટિએ જ ગુણાધિક લેવાના છે એવી માન્યતા પણ ગલત છે. ગુણાધિક હોવા છતાં પર્યાયમાં નાના હોય તેના પ્રત્યે પણ બહુમાન તો હોય જ. વિનય-વૈયાવચ્ચ વગેરે માટે બાહ્ય વ્યવહાર જોવાનો હોય છે. એટલે બાહ્ય વ્યવહારને અનુરૂપ આસનપ્રદાનાદિરૂપ વિનય વગેરે ગુણાધિક અવમરાત્મિક પ્રત્યે કરવાના ન હોય એટલા માત્રથી સિદ્ધિ અસિદ્ધ બની જતી નથી. નહીંતર તો સંયમપર્યાયમાં નાના એવા ગુણાધિક પ્રત્યે રત્નાધિકોએ બહુમાનાદિ રાખવાની આવશ્યકતા જ ન રહે, ને તો પછી વાચના લેતી વખતે, વાચનાદાતા નાના હોય તો પણ એને વન્દન કરવાની જે સામાચારી શાસ્ત્રોમાં દર્શાવેલી છે તે અસંગત કરી જાય. વળી હનગુણ તરીકે જો પૂર્વે સ્વપ્રાપ્તધર્મસ્થાનની અપેક્ષાએ અધતન રહેલા જીવોને કહ્યા છે તો ગુણાધિક તરીકે પણ એની અપેક્ષાએ ઊંચે રહેલા જીવો જ વિવક્ષિત હોય એ, તથા જે ગુણમાં આગળ વધવું છે એ ગુણમાં આગળ વધેલાઓ પ્રત્યે બહુમાનાદિ જોઈએ જ (પછી ભલે સંયમ વગેરે અન્યગુણમાં એ કદાચ પાછળ પણ હોય) આ બેને બે ચાર જેવી વાત છે. વિવલિત ગુણમાં ગુરુ વગેરે કદાચ આગળ ન હોય તો પણ એટલા માત્રથી કાંઈ એમની પ્રત્યેના વિનયાદિ અસંગત બની જતા નથી. કારણ કે સંયમ-ઉપકાર વગેરેની દૃષ્ટિએ તેઓ આગળ છે જ. અને વન્દન-ભક્તિ વગેરે બાહ્ય પ્રતિપત્તિ માટે તો વ્યવહાર સામે જોવાનું હોવાથી વ્યવહારથી જે અવિરુદ્ધ હોય તે કરવાનું હોય. માટે પ્રસ્તુત ગુણમાં જે અધિક હોય તેને જ અહીં મુખ્યતયા ગુણાધિક તરીકે વિવઢ્યા છે એ વાત નિઃશંક જાણવી.
આમ, વિવક્ષિતગુણમાં જે સ્વઅપેક્ષાએ અધિક હોય એમના પ્રત્યે સિદ્ધિપામેલા જીવોને વિનય-વૈયાવચ્ચ-બહુમાન જાગે છે. એટલે, “આ તો અન્યપક્ષીય છે કે “મારો હરીફ છે' આવો કોઈ ભાવ આગળ આવી, ગુણાધિક સાધક પ્રત્યે ઈર્ષ્યા ઢેષ કે ઉપેક્ષાભાવ જગાડે તો સિદ્ધિ નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org