________________
૫૪૭
બત્રીશી-૧૦, લેખાંક-૫૮ ખસે જ નહીં કે “આ રોગ એ મારું સ્વરૂપ નહીં.. ઝંઝટ છે.” દવા કદાચ ભાવે એવી હોય, અને રોગના નામે સીકલીવ વગેરે કેટલીક અનુકૂળતા મળતી હોય, તો પણ રોગ ઉપાધિભૂત જ ભાસે.
થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ... ઈટનો જવાબ પથ્થરથી આપવો... આવી બધી માન્યતાઓ અહિંસા માટે દિગ્યોહ વિઘ્ન સમાન છે. એ બેઠી હોય ત્યાં સુધી તો, બીજાઓ તરફથી થોડી પણ મુશ્કેલી સર્જાય ત્યારે એનો બદલો લેવાનું જ મન થયા કરવાથી બીજાને પીડા ન પહોંચાડવાનું અહિંસાનું બાહ્ય સ્વરૂપ પણ અસ્તિત્વમાં ન આવવાથી આંતરિક સ્વરૂપાત્મક સિદ્ધિ તો ક્યાંથી અનુભવાય ?
રોગ થાય અને એને સમતાપૂર્વક સહેવાની સહનશક્તિ કેળવી ન હોય, તો રોગી હિંસાસાધ્ય ચિકિત્સા કરાવવા પણ તૈયાર થઈ જ જવાનો. એટલે મધ્યમવિધ્વજય ન કેળવનારને પણ અહિંસાના સ્વભાવની સંવેદના અશક્ય છે.
કોઈના તરફથી નિર્માણ થતી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ સંબંધી પ્રતિકૂળતાઓ સામે ટકી રહેવાનું સત્ત્વ ન કેળવનારો એના પ્રતિકાર માટે લાલાયિત થવાનો જ. એટલે જ જઘન્ય પર વિજય ન મેળવનારને પણ સિદ્ધિ સો ગાઉ છેટી રહે છે. એટલે ત્રણ પ્રકારના વિનો પર વિજય મેળવ્યા બાદ જ સિદ્ધિ હાંસલ થાય છે, અને એટલે જ પહેલાં વિધ્વજયઆશય ને પછી સિદ્ધિઆશય જણાવ્યો છે.
“ગુસ્સો મારો સ્વભાવ જ નહીં... ક્ષમા જ મારો સ્વભાવ... આવું સંવેદનારને કોઈનું ગમે તેવું ત્રાસદાયક કે અન્યાયપૂર્ણ વર્તન પણ ક્રોધના નિમિત્ત તરીકે ભાસે જ નહીં એ સ્પષ્ટ છે. એટલે પૂર્વાવસ્થામાં ખૂબ ક્રૂર ઉપહાસપૂર્વક મશ્કરી કરી હોય. પછી પણ ત્રણ ત્રણ વાર માસક્ષમણનું પારણું ચૂકાવે.. ગુણસેનનું આવું વર્તન જોઈને સામાન્યથી લગભગ આખા જગતને... “આટલું બધું થાય, તો પછી તો ગુસ્સો આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org