________________
૫૪૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ઉત્તર – વાસ્તવિક ક્રમ આ છે. પ્રવૃત્તિ-વિજ્ઞજય -વિશિષ્ટપ્રવૃત્તિ - વિશિષ્ટ વિધ્વજય - વધારે વિશિષ્ટ પ્રવૃત્તિ - વધારે વિશિષ્ટ વિધ્વજય... સામાન્ય પ્રવૃત્તિ વિધ્વજયનું કારણ બને છે. ને પછી એ વિધ્વજય વિશિષ્ટ પ્રવૃત્તિ કરાવે છે. જેમકે પહેલી ઈહા સામાન્ય હોય છે. એનાથી જે અપાય થાય એ (વ્યાવહારિક) અર્થાવગ્રહનું કામ કરી વિશેષ પ્રકારની ઈહાને પ્રવર્તાવે છે. જે વિશેષ ઈહા વળી વિશિષ્ટ અપાયને ઉત્પન્ન કરે છે, ને એમ ઈહા-અપાય ઈહા-અપાય નો ક્રમ ચાલે છે. આ જ રીતે પ્રસ્તુતમાં જાણવું.
આશય એ છે કે પ્રણિધાન આશય પ્રગટ થઈ ગયો છે, વિધ્વજય આશય હજુ પ્રગટ થયો નથી. છતાં, કોઈ જ વિઘ્ન ન હોય એવી પરિસ્થિતિના કારણે પ્રવૃત્તિ શક્ય બની જાય છે. ને એ રીતે પ્રવૃત્તિ કરતાં રહેવાથી, પરિકર્મસંપન્નતા દ્વારા વિધ્વજય” આશય પ્રગટ થાય છે. ધારો કે ૧૦ માત્રાના વિM પર જય થયો. આ જય થયા પૂર્વે જે પ્રવૃત્તિ હતી, તે ભલે વિઘ્ન ન હોવાના કારણે અસ્મલિત ચાલી. પણ જો ૧૦ માત્રા સુધીનું વિઘ્ન પણ આવત તો સ્કૂલના પામવાની યોગ્યતાવાળી હતી. પણ હવે આટલો વિધ્વજય થયા પછી એવી યોગ્યતા વિનાની બની, માટે એ પૂર્વેની પ્રવૃત્તિ કરતાં વિશિષ્ટ બની. છતાં હજુ ૧૧ વગેરે માત્રાનું વિઘ્ન આવે તો અલના પામે એવી પ્રવૃત્તિ છે. એટલે એ અપેક્ષાએ હજુ સામાન્ય પ્રવૃત્તિ કહેવાય. પણ એ કરતાં રહેવાથી વધારે વિધ્વજય થાય. ને તેથી પછી ૨૦ માત્રા સુધીનું વિઘ્ન આવે તો પણ અસ્મલિત પ્રવૃત્તિ થાય છે. જે પૂર્વની અપેક્ષાએ વિશિષ્ટ છે. આમ ઉત્તરોત્તર જાણવું.
અહીં ત્રણ પ્રકારના સમુદિત વિધ્વજય આશયનો પ્રવૃત્તિજનક જે કહ્યો છે તે વિશિષ્ટ પ્રવૃત્તિનો જનક છે, એ હિસાબે છતાં, આ વિધ્વજય આશય પણ પ્રવૃત્તિ કરતાં કરતાં પ્રગટ થાય છે. અર્થાત્ પ્રારંભ તો સામાન્ય પ્રવૃત્તિથી જ હોય છે. આ જે વાસ્તવિકતા છે એને નજરમાં લઈને વિધ્વજય-આશય કરતાં પ્રવૃત્તિ આશયને પહેલો કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org