________________
૫૪૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
પાસે જ ભણવું જોઈએ એવું કાંઈ આવશ્યક નથી. એમ ગુરુસાપેક્ષતા છૂટી જાય તો દિગ્મોહ.
* સાધુજીવનમાં રોજ એકાસણા જ કરવા જોઈએ એવું કાંઈ જરૂરી નહીં... ઘણા બેસણા કે નવકારશી કરતા હોય છે.
ગુરુ મહારાજનું કહ્યું બધું જ કાંઈ થોડું થઈ શકે ? આપણને ફાવે એટલું કરવું. અથવા, ગુરુ મહારાજ પણ છદ્મસ્થ છે, એમનું બધું જ કાંઈ સ્વીકારી ન લેવાય... આપણી બુદ્ધિથી પણ વિચારી લેવું જોઈએ. આવી બધી માન્યતાઓ એ દિગ્મોહવિઘ્ન છે.
*
પરીક્ષા કરવા આવેલા દેવે શ્રી શ્રેણિક મહારાજાને માછલી પકડતા સાધુ અને ગર્ભવતી સાધ્વી દેખાડી ભગવાનના બધા સાધુ-સાધ્વી આવા જ છે, શું વંદન-ભક્તિ-બહુમાન કરવા? વગેરે સમજાવવાનો પ્રયાસ કર્યો... પણ શ્રેણિકરાજા શ્રદ્ધામાં અવિચલિત રહ્યા. આ દિગ્મોહવિઘ્નજય.
ઇન્દ્ર મહારાજાએ નમિરાજર્ષિને ‘આ મિથિલાને દાહ લાગ્યો છે’ વગેરે ઘણું ઘણું કહ્યું. કસોટી કરી.... પણ મિહિલાર્ હન્નમાળૌર્ ળ મે ડાર્ વિશ્વળ વગેરે ભાવના દ્વારા નિમરાજર્ષિ સંયમમાંથી ડગ્યા નહીં.
પ્રસન્નચંદ્રરાજર્ષિ દુર્મુખદૂતના વચનોથી મમત્વ ઉદ્દીપ્ત થયું, વિચલિત થઈ ગયા... પરાજિત. પછી, ‘હું તો સાધુ, મારે કોણ પુત્ર ને કોણ મંત્રી ?' વગેરે પ્રતિપક્ષ ભાવનાથી વિઘ્નજય.
સાતે નિહ્નવો દિગ્મોહવિઘ્નથી પરાજિત થયા હતા.
સિદ્ધર્ષિગણી જેટલી જેટલી વાર બૌદ્ધ મઠમાં ગયા... એટલી એટલી વાર એ દર્શન સાચું લાગ્યું... દિગ્મોહવિઘ્ન... પાછા ફરે... જૈન દર્શનની વાતો સાંભળે.. દિગ્મોહવિઘ્નજય... છેવટે લલિતવિસ્તરા ગ્રન્થે અન્તિમ દિગ્મોહવિઘ્નજય કરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org