________________
બત્રીશી-૧૦, લેખાંક-૧૭
પ૪૧ * અનીતિ છોડી દઈએ તો તો ભૂખે મરવાના જ દહાડા આવે.
* આરાધના કરવા દીક્ષા જ લેવી પડે એવું થોડું છે ? ઘરમાં બેસીને પણ આરાધના ક્યાં નથી થતી ?
* મહારાજ સાહેબ પાસે જવાનું નહીં, તેઓ તો બાધા જ આપી
* સમુદાયમાં કેટલાય દોષો લાગે છે. એકલા વિચરવાથી નિર્દોષ ચર્યા વધારે સારી રીતે જાળવી શકાય, માટે એકલા સ્વતંત્ર વિચરો.
* વર્તમાનમાં સર્વત્ર વક્તાની બોલબાલા છે. ગૃહસ્થોને જેમ ‘સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્ત’ છે એમ સાધુઓ માટે “સર્વે ગુણા વષ્કૃત્વમાશ્રયન્ત' છે. માટે આગમો પ્રકરણો વગેરે ભણવાનું મૂકો.... વ્યાખ્યાનમાં ઉપયોગી બને એવું સાહિત્ય વાંચો....
* ન્યાય-તર્કના ગ્રન્થો ભણવાથી વાદ-વિવાદમાં પડવાનું થાય, માટે એ ભણવું જ નહીં.
* વર્તમાનમાં શ્રી સંઘમાં ચર્ચાસ્પદ બનેલી વાતોમાં (પોતાના ક્ષયોપશમ વગેરે હોવા છતાં) આપણે પડવું નહીં. એમાં પડવાથી રાગ&ષ થાય. અથવા આપણે સમજેલી વાત મૂકી દેવાની નોબત આવે.. આમ તો બીજાઓને અનેક ગ્રન્થો ભણાવતા પણ હોય ને છતાં આ વાતો સમજવાનો આપણો ક્ષયોપશમ નહીં. આવી માન્યતા રાખવી એ પણ દિગ્મોહ છે.
* દીક્ષા લીધા પછી ભણવા - ભણાવવાની વ્યવસ્થા થતી નથી.... માટે મુમુક્ષુપણામાં બધા ગ્રન્થો પંડિતો પાસે ભણી લઈને, પગભર થઈને પછી જ દીક્ષા લેવી. ત્યાં સુધી ભલે પ-૭-૧૦ વર્ષો અવિરતિમાં વીતી જાય, પણ દીક્ષા ન લેવી.
* પંડિત પાસે કે પુસ્તકમાંથી વાંચીને પણ ભણી શકાય છે. ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org