________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૭.
પ૩૯ હોય છે એના પર પોતાને શ્રદ્ધા થઈ જાય તો ઉક્ત બ્રાન્તિ દૂર થાય છે. ને તેથી પ્રયાણનો પાછો પૂર્વવત્ ઉત્સાહ પ્રવર્તવાથી વિશિષ્ટ ગમન ચાલુ થાય છે. આ દિમોહવિધ્વજય છે.
આ જ રીતે, મોક્ષમાર્ગના પથિક સાધકને મિથ્યાત્વાદિજનિત મનોવિભ્રમ એ દિગ્મોહ સમાન વિપ્ન છે. આમાં બ્રાન્તિઓ કેવા કેવા પ્રકારની સંભવે એ આગળ જોઈશું.
ઉપાધિ (જઘન્ય વિઘ્ન) બાહ્ય છે. વ્યાધિ (મધ્યમ વિબ) શરીર સ્પર્શી છે. જ્યારે દિમોહ સીધો જ મનઃસ્પર્શે છે, માટે વ્યામોહ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે. ઉપાધિ અને વ્યાધિમાં, માર્ગ અંગે ભ્રાન્તિ નથી, “માર્ગ તો આ જ છે, પણ આવી પરિસ્થિતિમાં હું શી રીતે આરાધું ?” એમ પોતાના અસામર્થ્યની કલ્પના છે. જ્યારે દિગ્બોહમાં માર્ગ અંગે જ બ્રાન્તિ છે. માટે પણ એ ઉત્કૃષ્ટ વિઘ્ન છે. વળી, જાતજાતની બાહ્ય પરિસ્થિતિઓ નિર્માણ થાય એટલે એ “ઉપાધિ' તો બની જ જાય... શરીરને અસરકર્તા રોગ પેદા થાય એટલે એ વ્યાધિ' તો બની જ જાય... પણ એટલા માત્રથી એ “વિઘ્ન’ બની જ જાય એવું નથી. એ જો ચિત્તને અસરગ્રસ્ત કરે. ચિત્તમાં ઉત્સાહની મંદતા લાવે. તો જ વિન” રૂપ બને છે. અર્થાત્ ઉપાધિની અને વ્યાધિની અસર ઝીલનારી ચિત્તની અવસ્થાઓ એ ક્રમશઃ જઘન્ય અને મધ્યમ વિપ્ન છે, અને એની અસરથી મુક્ત રહે એવી ચિત્તની અવસ્થાઓ એ ક્રમશઃ જઘન્યવિધ્વજય અને મધ્યમવિધ્વજય છે, એમ કહી શકાય. એટલે જ ઉપાધિ કે વ્યાધિને સમ્ ઉપસર્ગ નથી લાગતો, પણ “આધિને સમ્ ઉપસર્ગ લાગી “સમાધિ” શબ્દ બને છે. પણ દિગ્યોહ તો સીધો જ મનને અસર કરનારો છે. એટલે એ જો અસ્તિત્વમાં આવ્યો છે. તો એ વિપ્ન” રૂપ બને જ. અસ્તિત્વમાં આવ્યા બાદ પણ ઉપાધિ અને વ્યાધિ તો ‘વિઘ્નરૂપ ન પણ બને' એવો વિકલ્પ મળી શકે છે. દિગ્બોહને આવો વિકલ્પ મળી શકતો નથી. એ જો પેદા થાય, તો વિપ્ન' બનવાનો જ, માટે પણ એને ઉત્કૃષ્ટ વિજ્ઞ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org