________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૭
૫૩૭
ઈંજેક્શનના ગોદા ખાઈને.. કેટલાય અપવાદો સેવીને જીવન લંબાવવું... એના કરતાં દવાઓ છોડી દેવી એ સ્વ-૫૨ને વધુ લાભકર્તા હોય છે... કદાચ વેદનાની તીવ્રતાના કારણે સમાધિ જાળવવી કઠિન પડતી હોય... તો સમાધિ જળવાઈ રહે એ રીતના માત્ર વેદનાશામક દવા લઈ શકાય... પણ રોગ મટવાની આશાથી જીવન લંબાવવાનો તો કોઈ અર્થ હોતો નથી. ઉપરથી એવું કરવામાં -
અત્યાર સુધી તપ-ત્યાગ-કઠોર સાધના વગેરે દ્વારા દેહાધ્યાસ જે તોડ્યો હતો... એની સામે... આ અવસ્થામાં આરાધના લગભગ યાદ ન આવે ને વારંવાર દવા-અનુપાન વગેરે યાદ આવ્યા કરવા દ્વારા દેહાધ્યાસ પુષ્ટ થવાની સંભાવના...
અત્યાર સુધી નિર્દોષ સંયમ પાળ્યું હતું... એની સામે કેટલાયે અપવાદો ને દોષો સેવીને નિર્દોષતાની લગન ખતમ કરી નાખવાનું થાય...
(૩) અસાધ્ય રોગની દવા ન કરાવવાની હોય ત્યારે, દવા કરવા છતાં રોગ ન મટે ત્યારે, કે દવાથી રોગ મટાડવાનો હોય, પણ મટતાં વાર લાગવાની હોય ત્યારે, રોગ અને વેદના ચાલુ હોય તો પણ પોતાની આરાધના ચાલુ રહે એ માટે, ‘આ રોગ વગેરે પરિષહો મારા સ્વરૂપના બાધક નથી, માત્ર દેહને જ અસર કરનારા છે' તથા ‘પૂર્વકૃત કર્મોના કારણે રોગ આવ્યો છે, એને સમભાવે સહન કરીશ તો કર્મની ખૂબ નિર્જરા થશે. ને સાથે આરાધના પણ ચાલુ રાખીશ તો તો ખૂબ જ વિશિષ્ટ પ્રકારે નિર્જરા થશે... વગેરે ભાવનાથી આત્માને ભાવિત કરતાં રહેવું. એ રીતે ભાવિત થવાથી રોગની વેદના વચ્ચે પણ સાધના અસ્ખલિતપણે કરી શકાય છે. તેથી મધ્યમવિઘ્નજય કેળવાય છે.
૧૬-૧૬ ભયંકર રોગો કાયાની માયા લઈને બેઠા હોવા છતાં ૭૦૦ વરસ સુધી અસ્ખલિતપણે સાધનાને ધપાવ્યે રાખનારા શ્રી સનત્કુમાર ચક્રવર્તી મુનિ એ મધ્યમવિઘ્નજયનું સુંદર ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org