________________
૫૩૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
છે. આ રીતે રોગ જ ન થાય એટલે, રોગનિમિત્તક સ્ખલના ન આવે, માટે વિધ્રુજય થયો કહેવાય.
છતાં પૂર્વકર્મવશાત્ રોગ થાય તો શું કરવું ?
(૨) ચિકિત્સા દ્વારા રોગને દૂર કરવો ને અસ્ખલિત પ્રયાણ ચાલુ રાખવું.... આ પણ મધ્યમવિઘ્નજય છે. આમાં આ વાત સમજવા જેવી છે કે -
જો આવશ્યક સંયમયોગોને સીદાવ્યા વિના રોગને સહન ક૨વાનું સામર્થ્ય હોય, કશી દવા કરાવ્યા વિના પણ કાળક્રમે રોગ એની મેળે મટી જ જવાનો હોય... ને એ રીતે મટી જાય ત્યાં સુધીમાં શરીરને - આરોગ્યને કોઈ લાંબાગાળનું નુકશાન પહોંચાડે એવી સંભાવના ન હોય... આ ત્રણ શરતો જેમાં પરિપૂર્ણ હોય એવા રોગને આરાધના ચાલુ રાખવા પૂર્વક સમભાવે સહન કરવો જોઈએ, પણ ચિકિત્સા કરાવવી નહીં.. માત્ર રોગ વધે નહીં એ માટે અપક્ષત્યાગ વગેરે રૂપ કાળજી રાખવી. આમ કરવાથી મધ્યમવિઘ્નજય આશય કેળવાય છે, જિનાજ્ઞાનું પાલન થાય છે, દેહાધ્યાસમાં હ્રાસ થાય છે... તથા કોઈ પણ દવાથી રોગને મટાડવા કરતાં શરીર પોતે જ રોગપ્રતિકારક તત્ત્વો પેદા કરી રોગને મટાડે એ દીર્ઘકાલીન આરોગ્યની દૃષ્ટિએ વધારે લાભપ્રદ હોય છે. આરોગ્ય દીર્ઘકાળ સુધી સારું રહે તો આરાધના પણ દીર્ઘકાળ સુધી સારી કરી શકાય.
અસાધ્ય કક્ષાનો રોગ થયેલો હોય.. એ રોગના કારણે વિશિષ્ટ આરાધનાઓ લગભગ કોઈ થઈ શકતી ન હોય ને ઉપરથી કેટલાય અપવાદો સેવ્યા કરવા પડતા હોય... દવા લેવા છતાં પણ, ભલે એકાદબે વર્ષ જીવન લંબાવી શકાય... પણ વિશિષ્ટ નિર્દોષ આરાધના યોગ્ય આરોગ્ય મળવાની તો કોઈ સંભાવના ન હોય... લગભગ સંથારાવશ જ રહેવું પડે એવી પરિસ્થિતિ હોય... તો એવે વખતે દવાઓ લઈને...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org