________________
૫૪૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ પરિસ્થિતિવશાત્ કે કોઈના ઉંધા ભરમાવવાથી મનમાં આરાધના અંગે ઊભી થતી ભ્રાન્તિઓ (તેમજ શંકાઓ) એ આ દિમોહ વિઘ્ન છે. મનમાં ભ્રમણાઓ ઘુસે એટલે આરાધનામાં અલના આવે જ. આ ભ્રમણાઓ દૂર થાય તો જ પુનઃ અસ્મલિત આરાધનાઓ ચાલુ થાય. તેથી, મનને ભ્રાન્તિશૂન્ય બનાવવું એ દિગ્બોહવિધ્વજય છે.
આ બ્રાન્તિઓ ગુરુપરતત્રતાથી કે મિથ્યાત્વાદિની પ્રતિપક્ષ (વિરુદ્ધ) ભાવનાથી દૂર થાય છે. પોતાના મનમાં ભલે ભ્રમણા થઈ ગઈ હોય કે શંકા પડી હોય, પણ ગુરુપારતન્ય હોય તો, “ગુરુ મહારાજ કહે એમ જ મારે કરવાનું.. એમાં મારું હિત જ છે' આવી પ્રતીતિ હોવાના કારણે, ગુરુકથનાનુસાર પ્રવૃત્તિ તો અખ્ખલિતપણે ચાલતી જ રહે છે, માટે વિધ્વજય થાય છે.
* “સંસારનો ક્યારેય પ્રારંભ નહીં?” “મોક્ષે જવાનું ચાલુ છે તો ક્યારેક તો બધા ભવ્યોનો મોક્ષ થઈ જ જશે ને ?” આવા બધા મિથ્યાત્વજન્ય ભ્રમની સામે “રાગ-દ્વેષ અને અજ્ઞાનથી પર થઈ ગયેલા ભગવાનને અસત્ય બોલવાનું કોઈ કારણ નથી. એટલે તે જ નિઃશંક સત્ય છે જે મારા ભગવાને કહ્યું છે. મારો ક્ષયોપશમ મંદ છે, માટે મને ન સમજાય એ પણ બને...” આવી બધી ભાવના એ પ્રતિપક્ષ ભાવના છે... એનાથી ભ્રમ દૂર થાય છે ને વિધ્વજય થાય છે.
કેટલાક સંભવિત દિગ્બોહસમવિઘ્નો :
* કોઈક અનીતિ વગેરે કરનારની જાહોજલાલી ને નીતિ પકડી રાખનારનો જીવનનિર્વાહ માટેનો સંઘર્ષ જોઈને - “આપણે પણ ઊંધું-ચતું કરો. નીતિનું પૂંછડું પકડવામાં મજા નથી.”
* કરોડો લોકો રાત્રીભોજન કરે છે. શું બધા નરકે જવાના? માટે રાત્રીભોજનને નરકનું પ્રથમ દ્વાર કહેવું એ બરાબર નથી.
* આજના કાળમાં ટી.વી. તો છૂટી શકે જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org