________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૭.
૫૩૫ ભાવાત્મક જઘન્યવિધ્ર પર ચંડરુદ્રાચાર્યના શિષ્ય વિજય મેળવ્યો. સખત ગરમીની સામે અરણિક મુનિવર પરાજિત થઈ ગયા.
કાંટા આવે કંકર આવે ધોમધખતી રેતી આવે અંતરના અજવાળે વીરા ! પંથ તારે કાંઠે જા આમાં અંતરનું અજવાળું એટલે “પ્રણિધાન”. અને વિધ્વજય હવે બીજા મધ્યમવિધ્વજય આશયને વિચારીએ –
મધ્યમવિદનજય : જ્વર વગેરે રોગો જેમ પથિકની ગતિમાં સ્મલના કરે છે એમ સાધકની સાધનામાં પણ સ્કૂલના કરે છે, માટે શારીરિક રોગો એ પણ વિઘ્ન છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સ્વરૂપ જઘન્ય વિઘ્ન અંગે, પ્રતિકૂળ દ્રવ્યાદિથી દૂર થઈ અનુકૂળ દ્રવ્યાદિ ઊભા કરવાની આશા રહ્યા કરે છે. જ્યારે રોગો તો શરીરાશ્રયી હોવાથી, એ મટે નહીં,
ત્યાં સુધી એનાથી દૂર થવાની શક્યતા હોતી નથી. એટલે સામાન્યથી ચિત્તને વધુ જલ્દી ચિન્તાતુર-હતાશ બનાવી દે છે. માટે વ્યાધિ એ ઉપાધિ કરતાં મોટું વિઘ્ન કહેવાય છે ને તેથી એ મધ્યમવિઘ્ન છે. જો કે મનની કેળવણી એ એક અલગ બાબત છે. તેથી, રોગોને સહન કરતાં કરતાં એની સહિષ્ણુતા કેળવી લીધી હોય ને તેથી એ વિઘ્નરૂપ ન બને એવો આશય (મધ્યમવિધ્વજય) કેળવાઈ ગયો હોય, ને છતાં બીજાનાં કટુવચનોને (જઘન્ય ભાવવિપ્નને) સહન કરવાનો અભ્યાસ ન પાડ્યો હોય ને તેથી જઘન્યવિધ્વજય આશય ન કેળવાયો હોય એવું પૂર્વે આપણે જોઈ ગયા એમ જરૂર બની શકે છે. - રોગાત્મક આ મધ્યમવિશ્ન પર જય ત્રણ રીતે મેળવી શકાય છે:
(૧) પ્રીવેન્શન ઈઝ બેટર ધન ક્યૉર. રોગ થાય ને પછી ચિકિત્સા કરાવવી એના કરતાં રોગ જ ન થાય એ રીતે હિતાહારપરિમિત આહાર વગેરે રૂપે ખોરાકનું આયોજન કરવું એ વધારે ગુણકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org