________________
‘શ્રેયોભૂત કાર્યોમાં ડગલે ને લેખાંક પગલે વિદનો આવે છે, જયારે
અશ્રેયસ્કર કાર્યોમાં વિઘ્નો તો ક્યાંય - પળ
ભાગી જાય છે. આવી જે વાત ઘણાં
શાસ્ત્રોના પ્રારંભે જોવા મળે છે એનો રહસ્યાર્થ આપણે વિચારી રહ્યા છીએ. અને એ રહસ્યાર્થ આ છે કે – દ્રવ્ય - ક્ષેત્ર વગેરેની પ્રતિકૂળતા આરાધના - સાધના માટે વિઘ્નરૂપ બને છે, પણ એવી જ પ્રતિકૂળતાઓ વેપાર વગેરે સાંસારિક કાર્યો માટે વિધ્વરૂપ બનતી નથી. અર્થાત્ પ્રતિકૂળતાઓ તો આવે જ છે, પણ મન એવું ઘડાયેલું હોય છે કે જેથી એ પ્રતિકૂળતાઓને ગણકાર્યા વગર પોતાની ધંધા વગેરે પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. એટલે કે વિનો જ આવતા નથી એવું નથી, પણ મનની કેળવણીના કારણે એ વિઘ્નરૂપ રહેતા નથી. આનું જ્વલંત ઉદાહરણ એટલે મમ્મણશેઠ...
રત્નજડિત નક્કર સોનાના બળદનું પ્રણિધાન બાંધેલું છે. આવક વધારવી એ એનો ઉપાય છે. વ્યય-ખર્ચ દ્વારા સંપત્તિ ઘટવી એ અપાય છે. એટલે વ્યય ઘટાડવો એ પણ અપાયનિવૃત્તિરૂપ ઉપાય છે. ખોરાકમાં માત્ર તેલ અને ચોળારૂપ બે જ દ્રવ્ય અને તે પણ રોજેરોજ. સાવ ગરીબ માણસને પણ આવો ખોરાક ન ફાવે... ક્યારેક લેવો જ પડે તો પણ બે ત્રણ દિવસમાં જ થાકી જાય. મમ્મણે આ જ ખોરાક ખાધો છે ને જિંદગીભર ખાધો છે, ક્યારેય કંટાળ્યો નથી. માટે વિધ્વજય. ક્ષેત્ર પણ કેવું ? નદીના પૂરમાં દૂર-સુદૂર તણાતું કાષ્ઠ, કે જ્યાં પહોંચવામાં મોતની નોબત પણ આવી શકે. આવા ક્ષેત્રનો પણ મમ્મણે ડર રાખ્યો નથી. વળી કાળ પણ એવો જ ભયંકર બનેલો - વાદળછાયી - વીજળીના કડાકા - ભડાકાથી ભીષણ બનેલી ગાઢ અંધકારમયરાત્રીરૂપ કાળ. તો ભાવ પણ ક્યાં અનુકૂળ હતો ? જેઓને ખબર છે કે મમ્મણની સંપત્તિ મગધનરેશ કરતાં પણ કંકગણી છે તેઓ નિંદા કરશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org