________________
૫૩૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
બધું ઢગલાબંધ કિસ્સાઓમાં જોવા-જાણવા મળવા છતાં પોતાની પૈસાની લગન છૂટે જ નહીં... આ છે (પૈસા અંગેનો) ઉત્કૃષ્ટ વિઘ્નજય.
વ્યાખ્યાનમાં રોજેરોજ પૈસો કેવો અનર્થકર છે એ સાંભળવા છતાં એનું આકર્ષણ ઘટે જ નહીં... ને એની પાછળની એ જ દોડધામ ચાલુ રહે... આ છે પૈસા સંબંધી દિગ્મોહ વિઘ્નજય.
મોટા દીકરાને પરણાવ્યો, એકાદ વર્ષમાં વહુ દીકરાને લઈને છૂટી થઈ ગઈ... બીજા દીકરાને પરણાવ્યો, વળી થોડા વખતમાં એ વહુ સાથે પણ ઝઘડા... ને છેવટે એ પુત્ર-પુત્રવધૂ પણ છૂટા થયા. તો પણ માને ત્રીજા દીકરાને પરણાવવાની હોંશ રહે જ... એ દીકરાની વહુ તો સારી આવશે ને સેવા કરશે... એવી આશા છૂટે જ નહીં... આ છે સંસાર અંગેનો દિગ્મોહ વિઘ્નજય.
ટૂંકમાં ધર્મ પ્રવૃત્તિ છૂટી જવા પાછળ કે ધર્મશ્રદ્ધા ખસી જવા પાછળ જેવાં જેવાં કારણો ભાગ ભજવી જાય છે, એવાં જ કારણો ઉપસ્થિત થવા છતાં ધંધા વગેરેની પ્રવૃત્તિ કે પૈસા વગે૨ે પ્રત્યેનું ખેંચાણ ખસતું નથી, એ લગભગ પ્રતીતિસિદ્ધ છે. એટલે કે તે તે કારણો ધર્મ માટે ‘વિઘ્ન' રૂપ બને છે, ધંધા વગેરે માટે નહીં. તેથી કહેવાય છે કે - શ્રેયોભૂતકાર્યો (ધર્મકાર્યો)માં પ્રચુર વિઘ્નો હોય છે, ને અશ્રેયસ્કર કાર્યોમાં તો વિઘ્નો ક્યાંય ભાગી જાય છે.’ આનું જ્વલંત ઉદાહરણ એટલે મમ્મણશેઠ. એની વાત હવે આગામી લેખમાં જોઈશું.
હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કર... પ્રભુ મહાવીર સ્વામીએ આપેલા આ સૂત્રને જીવી બતાવનારા ! હે ગુરુદેવ ! અમને અપ્રમત્તતાનું વરદાન આપો...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org