________________
૫૩૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ માજ્ઞા તુ નિર્મનં વિત્ત ર્તવ્ય ટિમ.. કોઈ પણ ધર્મઅનુષ્ઠાનની પાછળ સૌથી વધારે મહત્ત્વનું પ્રયોજન હોય તો એ, ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ કરવું. એ છે. આ પ્રયોજન જાળવી લેવા માટે સાધક કયો ભોગ ન આપી શકે ? ને ચિત્તમાં કલુષિતતા પેસવા દ્વારા આ પ્રયોજન જ જો નંદવાઈ જતું હોય તો સાધકને એ શી રીતે પરવડે ? એટલે, “મારે ચિત્તને કલુષિત નથી થવા દેવું. પણ ઉત્તરોત્તર નિર્મળ કરતાં જવું છે' એવું તીવ્ર પ્રણિધાન વિધ્વજય કરાવે જ.
* અહીં આપણે સુકૃત કરીએ એની કશી કદર નથી... તન-મનધનનો ભોગ ગમે એટલો આપો, કોઈ નોંધ લેતું નથી. બધા કદરદીન છે. પ્રશંસા તો નહીં ઉપરથી કંઈક છિદ્ર શોધી નિન્દા કરે છે. આપણે હવે અહીં કશું ખરચવું નથી.
* અહીં કોઈ પ્રેમથી બોલાવતું નથી. સહવર્તીઓમાં બધા કે કોક અપ્રતિકાર્ય વ્યક્તિ ડગલે ને પગલે કંઈક સંભળાવે છે... કટાક્ષ કરે છે... પરાભવ ને અપમાન કરે છે. અનુકૂળતાઓ સાચવતું નથી. અહીં શી રીતે આરાધના થાય ?
આવી બધી વિચારધારાઓ ભાવાત્મક વિપ્નની સામેના પરાજયને સૂચવે છે. વિનજય નથી.
સાધના માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ કે ભાવાત્મક જઘન્ય વિઘ્નરૂપ બનનાર બાબતો સંસારકાર્યો માટે વિઘ્નરૂપ રહેતી નથી એ જોયું. હવે આ વાત મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્ન માટે પણ સમાન છે, એ વિચારી લઈએ -
શરીરમાં થોડો તાવ વગેરે આવ્યા હોય તો પૂજા, વ્યાખ્યાન વગેરે બંધ.... પણ ધંધે તો જવાનું જ.
આજે થાક બહુ લાગ્યો છે. પ્રતિક્રમણ બેઠા બેઠા કરે. ને પછી કોઈ વાતો કરવાવાળું મળી જાય તો ઊભા ઊભા કલાક નીકળી જાય.. કશી ખબર ન પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org