________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૬
૫૨૯ * ગોચરીમાં બપોરે દૂધ ગરમ નથી મળતું, હું એકાસણું નહીં કરું..
* સહવર્તી વિચિત્ર સ્વભાવવાળો છે. કેટલી ક્ષમા રાખવી ?
* સહવર્તી પ્રમાદી છે, આળસુ છે. પહેલા નંબરે તો કામ કરે જ નહીં. ઘણું કહીએ ને કરે તો પણ સાવ ઠંડા પાંચ મિનિટના કામમાં પચ્ચીસ મિનિટ લગાડે.. તે પણ વારંવાર તાકીદ કર્યા કરીએ તો... નહીંતર તો કામ રખડી જ જાય... એમને વારેવારે કહ્યા કરવામાં આપણો સ્વભાવ ચીડિયો થઈ જ જાય ને ! જો આવું થાય તો ક્ષમાની સાધનામાં વિઘ્ન આવ્યું. “સહવર્તી, શિષ્ય કે પુત્ર ભલે ગમે તેમ વર્તે.. કોઈ પણ સંજોગોમાં મારે દુર્ભાવ પેદા કરવો નથી કે ક્રોધ કરવો નથી.... ક્ષમા જ કેળવવી છે” આવું દઢ પ્રણિધાન હોય તો વિધ્વજય સરળ બને. પછી મન કહેશે કે – હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા સારા.... એક તો કાર્ય કરવા માટે એને તૈયાર કરવાનો પ્રયાસ કરવાનો.. પછી પણ એ જલદી ને વ્યવસ્થિત કાર્ય કરે જ નહીં. કારણ કે એના માથે કશો ભાર હોતો નથી... કશું ન કહો તો સમયસર કામ ન કરે ને વેઠ ઉતારે.. કહે કહે કરો તો પાંચના બદલે પચ્ચીસ મિનિટ તમારે પણ એની પાછળ આપવાની. ને એ દરમ્યાન વારંવાર ગુસ્સો કરવાનો... એને તિરસ્કાર પ્રયુક્ત કટુ વેણ કહ્યા કરવાના... ને મનને કલુષિત કરવાનું. એને બદલે જાતે જ કાર્ય કરી લો તો પાંચ જ મિનિટમાં સારી રીતે થઈ જાય... સમય બચે, ક્રોધ...કટુવેણથી બચાય.... ને સૌથી વધુ હૈયું-મન-કલુષિત ન થાય. કદાચ એવો પ્રશ્ન ઊઠે કે તો શું એનાં બધાં કામ પણ આપણે જ કરી લેવાનાં? તો તરત વિધ્વજય કેળવેલું મન જવાબ આપશે કે કોઈ માંદુપથારીવશ હોય તો એનાં બધાં કામ કરીએ છીએ ને? કોકનું તન માંદું હોય તો એનું બધું કામ કરીએ છીએ એમ કોકનું મન માં હોય તો બધું કામ કરવામાં વાંધો શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org