________________
બત્રીશી-૧૦, લેખાંક-પ૬
૫૨૭ જ્યાંથી નિર્દોષ ભિક્ષા મળે એવા ઘરો દૂર છે. નજદીકમાંથી જ ઓછા વધતા દોષવાળી ભિક્ષા વહોરી લઈશું...
ચંડિલભૂમિ એક દોઢ કિ.મી. દૂર મળે છે, વાડામાં જ જઈશું.
મારી જગ્યાએ જોઈએ એવા હવા-ઉજાસ-ઠંડક નથી. એટલે સ્વાધ્યાય નહીં ફાવે... આવી બધી ચિત્તવૃત્તિઓ વિધ્વજય’ આશય કેળવાયો નથી, એનું સૂચન કરે છે. સિદ્ધિ ને વિનિયોગ તો કેટલા દૂર રહે..?
(૩) કાળ : રોજ પૂજા કરવાની કે વહેલાસર વ્યાખ્યાનમાં આવવાની વાત કરવામાં આવે ત્યારે “સવારે વહેલાસર ઊઠી શકાતું નથી' કહેનારાઓ પાણી ભરવા માટે વહેલા ઊઠી શકે છે. સવારે વહેલા ટ્યુશનક્લાસમાં જઈ શકે છે.
સમયની બહુ ખેંચ રહે છે.. પૂજા માટે નો ટાઈમ'. પ્રતિક્રમણ માટે “નો ટાઈમ' કહેનારાને ટી.વી. માટે ટાઈમ મળે છે. ગપ્પાં મારવા માટે ટાઈમ મળે છે. ડૉક્ટર કહેશે તો જોગિંગ માટે પણ એક કલાક કાઢી શકાય છે. પૂજાની લાઈન બહુ મોટી છે, નંબર લાગતા ૨-૩ કલાક લાગી જશે, પૂજા નથી કરવી. કાળની પ્રતિકૂળતા પૂજા વગેરે માટે ‘વિઘ્ન' રૂપ. ધંધા વગેરે માટે નહીં...
સખત ગરમીના દિવસો સ્વાધ્યાયમાં મન શી રીતે પરોવાય? કાતિલ ઠંડીની રાત.. સૂઈ જાવ. સ્વાધ્યાય નહીં થાય...
સંસ્કૃતની બુક ચાલુ કર્યાને ઘણો કાળ થઈ ગયો. હજુ પૂર્ણ થતી નથી. હવે મૂકો પડતી.
ગોચરી બહુ મોડી આવે છે. એકાસણા નહીં ફાવે... આવી બધી મનોવૃત્તિઓ કાળ' વિપ્નની સામે ઝૂકી ગયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org