________________
૫૨૫
બત્રીશી-૧૦, લેખાંક-પ૬ કે એમાંથી વિનત્વ તો ક્યાંય ભાગી જાય છે.)
દ્રવ્ય, ક્ષેત્ર વગેરેથી આનો વિચાર કરીએ..
(૧) દ્રવ્ય : વિદ્યાર્થીને પેન જરા બગડી ગઈ હોય... દશ પંદર મિનિટે છંટકારવી પડતી હોય તો એ રીતે વારંવાર છંટકારશે, પણ લખવાનું પડતું નહીં મૂકે. એની સામે ચરવાળાની દશી જરા ઢીલી પડી ગઈ હોય, લબડતી હોય તો મૂકો ચરવળો બાજુ પર. પ્રતિક્રમણ બેઠા બેઠા કરીશું. ઉપકરણની કચાશ લખવા માટે વિઘ્નરૂપ ન રહી, ઊભા ઊભા પ્રતિક્રમણ માટે વિનરૂપ બની.
- ધંધા માટે વહેલું-મોડું - ટાટું - ગરમ.ઓછું-વતું...જેવું-તેવું. જે મળે તે ખાઈ લેશે.. ઉપરથી હોંશ રહેશે. કોઈ પૂછે તો કહેશે કે – ધંધો કરવો હોય તો બધું ચલાવી લેવું પડે.. ને આયંબિલખાતામાં જરા વ્યવસ્થા ઓછી-વત્તી હોય તો આયંબિલ કરવાનો વિચાર પડતો મૂકાઈ જાય.... ભોજનશાળા વગેરેની વ્યવસ્થિત સગવડ ન હોય એવા તીર્થમાં યાત્રાળુઓ કેટલા જાય ? ખોરાકની કચાશ ધંધા માટે વિઘ્નરૂપ ન રહી, આરાધના માટે વિઘ્નરૂપ બની.
“ગઈકાલે કેમ વ્યાખ્યાનમાં નહોતા આવ્યા ?”
સાહેબ ઘરે મહેમાન હતા.” “તો તે દુકાન પણ બંધ રાખી હશે?”
સાહેબ ! દુકાન તો એના ટાઈમે ખોલવી જ પડે ને!! મહેમાન, વ્યાખ્યાન માટે વિધ્વરૂપ, દુકાન માટે નહીં.
વાતોડીયા સંઘાટક (= સાથીદારો સાથે સ્વયં પણ વાતમાં ચઢી જાય, સ્વાધ્યાય બાજુ પર રહી જાય, તો વિપ્ન' ને પોતે સ્વાધ્યાય ચાલુ રાખે તો વિધ્વજય.
(૨) ક્ષેત્ર કેટલેય દૂર રહેલા કે પહોંચવામાં ભારે મુશ્કેલીભર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org