________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૬
૫૨૩
પ્રશ્ન - પણ જો સ્ખલના કોઈને થતી જ નથી, તો બધા પરિષહના વિજેતા જ કહેવાશે. એનાથી પરાજિત કોઈ રહેશે નહીં ને તો પછી શીતપરિષહને પરિષ શું કહેવો ?
ઉત્તર - સ્ખલના નથી થતી એ દૃષ્ટિએ ભલે વિઘ્નજય કહેવાય, પણ જો ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્ખલના નથી થતી એનો અને પોતાના સત્ત્વ-ક્ષમા વગેરેનો ગર્વ આવે તો પરિષહથી પરાજિત ને પોતાના સ્વભાવ વગેરેને વિચારીને ગર્વપરિહાર કરવો એ શીતપરિષહ ૫૨ જય. આ રીતે અર્થ સમજવો.
ત્રીજી વ્યાખ્યામાં અનુકૂળ પરિસ્થિતિઓને પણ પરિષહ તરીકે કહેવી છે, અને એ ઉચિત પણ છે. કારણ કે વધારે પડતી અનુકૂળતાઓ - સુખદ પરિસ્થિતિઓ પણ સાધનામાં સ્ખલના પેદા કરે જ છે.
એટલે જ અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં આરાધના હોતી નથી. ઉત્સર્પિણીમાં છેલ્લા તીર્થંકરનું શાસન સંખ્યાતી પાટ-સંખ્યાતા વર્ષ સુધી જ ચાલે છે ને પછી એકદમ સુખનો કાળ શરૂ થવાથી આરાધનાઓ રહેતી નથી. આવું જ દેવલોકમાં છે. સામગ્રીઓ વધાર્યા ક૨ના૨ો શ્રીમંત પણ આરાધના કરે એવી શક્યતા જૂજ હોય છે.
વધારે સારી વસ્તુ પણ વિઘ્નરૂપ બને છે.
સોનાની વાડકી હશે તો પૂજામાં લઈ જવાનું મન નહીં થાય... લઈ ગયા હોઈએ તો મન એમાં જ રહેશે, ચૈત્યવંદનમાં નહીં જોડાય. નવી કે કાપ કાઢેલી દશી પૂંજવા - પ્રમાર્જવામાં શિથિલતા લાવશે...
અત્યંત દુઃખનો કાળ-પ્રતિકૂળતાઓ પણ વિઘ્નરૂપ છે. એટલે જ નરકમાં ને છઠ્ઠા આરામાં ધર્મ નથી. મનુષ્યોમાં પણ ભીષણ ગરીબી કેન્સર જેવા રોગની આકરી પીડા વગેરે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રાયઃ ધર્મ થઈ શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org