________________
૫૨૨
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
આવે... આવા બધા પરિષહોને કાંઈ દૂર કરી શકાતા નથી... કર્મ વગેરે કારણવશાત્ જાતજાતની પરિસ્થિતિઓ તો નિર્માણ થતી જ રહેવાની, એને અટકાવી શકાતી નથી. પણ પોતે જાતને એવી રીતે ઘડી લીધી હોય કે જેથી આ વિવિધ પરિસ્થિતિઓની પોતાની સાધનામાં સ્ખલના આવે એવી કોઈ અસર જ ન રહે. અર્થાત્ વિઘ્નાભાવ ન થયો, પણ વિઘ્નત્વાભાવ થયો. જાતને આવી રીતે ઘડવી એ તિતિક્ષાભાવના કહેવાય.
આ વિવિધ પરિસ્થિતિઓને ગણકારે જ નહીં એવી ચિત્તની અવસ્થા એ પ્રથમ ‘કટકવિઘ્નજય’ આશય છે.
શાસ્ત્રોમાં જઘન્યવિઘ્ન તરીકે શીતપરિષહ, ઉષ્ણુપરિષહ, વગેરે પરિષહોને કહ્યા છે. આમાં શીત પરિષહ અને ઉષ્ણ પરિષહના ત્રણ અર્થ પ્રચલિત છે :
-
(૧) કાતિલ ઠંડી એ શીતપરિષહ અને ભીષણ ગરમી એ ઉષ્ણ પરિષહ. (૨) આચારાંગજીમાં શીતોષ્ણીય અધ્યયનમાં શીત-ઉષ્ણ પરિષહની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે – મહાસત્ત્વ પુરુષને તીવ્ર પરિષહ પણ માનસિક આધિ (આકુળતા-વ્યાકુળતા) કરતો નથી. તેથી એના માટે એ શીત પરિષહ છે ને તદન્યને (સત્ત્વહીનને) એ આકુળતા કરે છે, માટે ઉષ્ણ પરિષહ (૩) વળી એક વ્યાખ્યા આવી પણ છે કે અનુકૂળ પરિષહો એ શીત પરિષહ અને પ્રતિકૂળ પરિષહો એ ઉષ્ણ પરિષહ.
બીજી અને ત્રીજી વ્યાખ્યામાં બધા પરિષહોની ગણતરી આવી જાય છે. એટલે એની જ વિચારણા કરીએ.
બીજી વ્યાખ્યામાં ઉષ્ણુપરિષહ એટલે જ વિઘ્ન... કારણ કે સ્ખલના થાય છે. શીત પરિષહ એટલે જ વિઘ્નજય કારણ કે સ્ખલના થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org