________________
૫૨૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪
અર્થાત્ જે અંગે શ્રદ્ધા પ્રબળ હોય તે અંગે વિઘ્નજય થાય છે. માટે વિઘ્નજય માટે શ્રદ્ધાતિરેક પણ આવશ્યક છે.
શ્રદ્ધાતિરેક પણ હોય, પણ સત્ત્વ ન હોય, તો પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થતાં જ મનમાં ઘણી ઇચ્છા હોવા છતાં, નિઃસત્ત્વ હોવાના કારણે આરાધના છોડી દેશે. જ્યારે સત્ત્વશીલ વ્યક્તિ સહન કરીને પણ આરાધના ચાલુ રાખશે, જે એની સહનશક્તિને ઉત્તરોત્તર વધારી વિઘ્નજય વધારતી જશે. તેથી વિઘ્નજય માટે સત્ત્વાતિરેક પણ આવશ્યક છે.
આ ત્રણમાં પરિકર્મસંપન્નતા મુખ્યતયા શરીરને કેળવે છે, શ્રદ્ધાતિરેક મુખ્યતયા મનને કેળવે છે ને સત્ત્વાતિરેક બંનેને કેળવે છે. શરીર અને મન બંનેની કેળવણી આવશ્યક છે. એકની પણ અકેળવણી વિઘ્નજય થવા ન દે.
આમ વિઘ્નજય આશયના સામાન્ય સ્વરૂપનો વિચાર કર્યો. હવે આગામી લેખમાં વિઘ્નજયના જઘન્યવિઘ્નજય વગેરે ભેદોનો વિસ્તારથી વિચાર કરીશું.
રાત્રે (ચન્દ્રપ્રકાશમાં) પણ લેખન... જ્ઞાનાચાર.... પૂજયશ્રીનું ચૈત્યવંદન... અષ્ટાપદજીની પૂજા.. નીતરતું સંઘવાત્સલ્ય...દર્શનાચાર
નિર્દોષ ભિક્ષા... ચશ્મા પણ ખોલ-બંધ કરતાં પ્રમાર્જન..ચારિત્રાચાર ૧૦૮ વર્ધમાનતપની ઓળી...છઠ્ઠ પારણે છથી ન્યાયનું અધ્યયન
તપાચાર...
સતત અપ્રમત્તતા...ને પ્રત્યેક ક્રિયામાં ઉરનો ઉછળતો ઉલ્લાસવીર્યાચાર...
ગુરુદેવ! આપશ્રી ખરેખર પંચાચારપ્રવિણ ભાવઆચાર્ય હતા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org