________________
બત્રીશી-૧૦, લેખાંક-પ૬
પ૩૧ આવું જ...આજે ઊંઘ બહુ આવે છે, પ્રતિક્રમણ પછી સૂઈ જ જવું છે, સ્વાધ્યાય નહીં થાય. ને વાત કરનાર મળે તો વાતમાં કલાક નીકળી જાય.
આજે થોડી ઢીલાશ છે. ગોચરી જવું નહીં ફાવે ને પછી પાણી જો વધે છે, તો કાપ કાઢવાની ફૂર્તિ આવી જાય.
મૂળમાં તો તે તેનો રસ વિનને અતિક્રમી જાય છે. રસ જેટલો વધારે એટલા વધારે ભારે વિનને પણ ઉલ્લંઘી જવાય છે. ને આ રસ, પ્રણિધાનથી પેદા થાય છે. માટે પ્રણિધાન જેવું તીવ્ર એવો (પરિકર્મસંપન્નતા વગેરે થવા દ્વારા) પ્રબળ વિનજય આશય પ્રકટ થાય છે. મન હોય તો માળવે જવાય. જહાં ચાહ વહાં રાહ. Where there is a will, There is a way... આ બધી કહેવતો પણ પ્રણિધાનને ને વિધ્વજયને સૂચવે છે.
ઉત્કૃષ્ટ વિઘ્ન અંગે પણ સમાનતા જોવા મળશે.
કોઈએ ઘરદેરાસર કર્યું ને યોગાનુયોગ પૂર્વકર્મવશાત્ એને ત્યાં કંઈક મુશ્કેલી સર્જાઈ... બસ, પછી પોતે પણ દૃઢ નિર્ણય કરી લે કે ફલાણાએ આ ઘરદેરાસર કર્યું ને રામાયણ થઈ. આપણે તો ઘરદેરાસર કરવું જ નહીં..
તપદાન....સ્વાધ્યાય..ક્રિયા વગેરે જે આરાધના સ્વયં કરી રહ્યો હોય, તે અંગે એક જણ કંઈક વિચિત્ર બોલે. બીજો કંઈક સમજાવે. વળી ત્રીજો કંઈક કહી જાય.... શ્રદ્ધા વિચલિત થઈ જતાં વાર નહીં ને પકડેલું અનુષ્ઠાન છૂટતા વાર નહીં. મગજમાં કંઈક ભ્રાન્તિ ઘર કરી જાય.
આ બધું દિગ્મોહ નામનું વિઘ્ન છે... આની સામે
પૈસાને ખાતર હત્યા થઈ, અપહરણ થયું. બાપની સામે સગો દીકરો કોર્ટે ચઢ્યો.. પૈસાની પાછળ આરોગ્ય ખતમ કરી નાખ્યું... આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org