________________
૪૭૬
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ રહ્યો છું.” એવો વિચાર વંદનાદિકાળે એને પણ હોવો અશક્ય નથી અને છતાં બોધની વિકલતા તો માનવાની જ છે. એટલે જણાય છે કે, જે બોધ દૃષ્ટિ તરીકે અભિપ્રેત છે એ “શુદ્ધ આત્મા નિરંજન – નિરાકાર છે, નિર્વિકાર છે, વીતરાગ છે, અશરીરી છે, અવ્યાબાધ અનંત સુખવાળો છે, કેવલજ્ઞાનયુક્ત છે' આવી બધી માત્ર જે જાણકારી, તસ્વરૂપ નથી. અને આ વાત બરાબર પણ છે, કારણ કે આવી સ્પષ્ટ જાણકારી હોય તો એને તણખલાના અગ્નિના કણ સમાન શું કહેવાની ? તો પછી દૃષ્ટિ શું છે ? આ પણ પ્રશ્ન ઊભો રહે છે.
“આત્માના શુદ્ધ સ્વરૂપની ઝાંખી એ દૃષ્ટિ છે.” “શુદ્ધ આત્મા નિરંજન નિરાકાર છે.' વગેરે ઉપર કહેલી જાણકારી શાસ્ત્રવચનો દ્વારા મળે છે. આત્મસ્વરૂપનો આ બોધ જાણકારીના સ્તર પર હોય છે. એ પ્રતીતિના સ્તર પર.. સંવેદનાના સ્તર પર થાય એ દૃષ્ટિ છે. મિત્રાદષ્ટિમાં રહેલા જીવને, જ્યારે એ તત્ત્વચિન્તનાદિમાં ચઢેલો હોય છે ત્યારે એક ક્ષણ માટે તણખલાના અગ્નિકણ જેવો એક ચમકારો-સંવેદનાત્મક બોધઆત્મસ્વરૂપની ઝલક મળી જાય છે, જે ક્ષણિક હોવાથી તરત વિલીન થઈ જાય છે. વળી એ એટલી પાવરફુલ પણ નથી હોતી કે જેથી કાર્યક્ષમ સંસ્કારો ઊભા કરી શકે. એટલે વંદનાદિકાળે આ સંવેદનાત્મક બોધનું સાક્ષાત્ કે સંસ્કાર દ્વારા અનુસંધાન ન હોવાથી, વેળા-વિધિ વગેરે સચવાયા હોવા છતાં તેને જાણકારીના સ્તર પર રહેલા આત્મસ્વરૂપનું અનુસંધાન પણ હોવા છતાં – અર્થાત્ જાણેલું - ગોખેલું- “હું આ મોક્ષ માટે કરું છું' એવું વિચારાતું પણ હોવા છતાં-) એ વંદનાદિ દ્રવ્યથી જ થાય છે, ભાવથી નહીં.
જાણકારીના સ્તર પર રહેલો બોધ અને સંવેદનાના સ્તર પર રહેલો બોધ. આ બે વચ્ચેના ફરકને હવે આગામી લેખમાં વિચારીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org