________________
બત્રીશી-૧૦, લેખાંક-પ૩
૪૯૫ વરતાતો હોય ને છતાં સહાયક ન બનીએ... એમને ગોચરી ન લાવી આપીએ.. અથવા યોગ્ય ઘર વગેરે ન બતાવીએ તો ચારિત્રમોહનીય બંધાય. સંયમ સ્થાનમાં નીચે ઉતરવાનું થાય.
એમ, ઘણી કાપ કાઢવા માટેનું સામર્થ્ય ન હોય, ને તેથી એમને ચેતવ્યા પણ હોય કે “આટલા બધાં કપડાં લઈને બેસશો નહીં....” ને છતાં બેસે, પછી થાકે. અંદર મૂંઝાતા હોય કે હવે “સહાય કરો” એમ કહેવું પણ શી રીતે ? એ વખતે એમનો થાક વગેરે જાણવા છતાં, “મેં પહેલેથી ના કહી હતી, ને છતાં લઈને બેઠા... હવે થાવ હેરાન....” આવી જો વિચારધારા હોય તો પરોપકારપ્રધાન ચિત્ત નથી, એમ સમજવું જોઈએ. ભૂતકાળમાં “મારે જરૂર હતી, ત્યારે મને સહાય કરી નહોતી. અથવા એણે મારી વિરુદ્ધ કારવાહી કરી હતી... હું એને શાન સહાય કરું...?” આવી વિચારધારાઓ પણ પરોપકારની વાસનાનો અભાવ સૂચવે છે. એમ જેની સાથે હરીફાઈ-સ્પર્ધાનું વાતાવરણ છે એવી સમકક્ષ વ્યક્તિને સહાયને અવસરે હું એને સહાય કરીશ તો તે આગળ નીકળી જશે, માટે સહાય ન કરું” આવો વિચાર કરાવનાર ચિત્ત પણ પરોપકાર વાસના શૂન્ય છે. દાન-શીલ-તપ-ભાવ આ ચારેની જે કાંઈ આરાધના કરતા હોઈએ તેને ખરેખર આત્મહિતમાં ઉતારવાની જેની ઈચ્છા હોય એણે આવી વિચારધારાઓ રોકવી ને આવા અવસરે પણ સહજ રીતે (વચ્ચે બીજું કશું યાદ આવ્યા વિના...) સહાયક બનવાનું જ મન થયા કરે એવી વિચારધારા ઘડવી એવી ચિત્તની અવસ્થા નિર્માણ કરવી એ અત્યંત પાયાની આવશ્યકતા છે. એવો જ્ઞાનીઓનો અભિપ્રાય છે.
(૪) પાપવિવર્જિત - નિરવદ્ય વસ્તુવિષયક : કર્તવ્યતાનો દૃઢ ઉપયોગ વગેરે અહિંસાદિ નિરવદ્ય વસ્તુના હોવા જોઈએ. એટલે, વેપાર વગેરે સાવદ્ય પ્રવૃત્તિનો દૃઢ કર્તવ્યતા ઉપયોગ સ્વરૂપ પ્રણિધાન એ શુભાશય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org