________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૪
૫૦૧
કરે છે. કેમ ? પહેલાં પ્રણિધાન હતું... હવે નથી. પ્રણિધાન ન હોય તો પ્રવૃત્તિ કેવી થાય ? ને કેવી રીતે થાય ? એ સ્પષ્ટ છે.
સંયમ જીવન લીધા પછી પણ, સંયમ પાલનને અનુકૂળ કે પ્રતિકૂળ બાબતોની ઝીણી ઝીણી કાળજી જાણવાની જિજ્ઞાસા ન જાગતી હોય, કે એ જાણવા મળ્યા પછી પણ, અનુકૂળ બાબતોની પ્રવૃત્તિમાં સહજ હોશ અનુભવાતી ન હોય, અને પ્રતિકૂળ બાબતોની નિવૃત્તિમાં સ્વારસિક આગ્રહ બન્યો રહેતો ન હોય, તો સમજવું જોઈએ કે પ્રણિધાનમાં કચાશ છે. કોઈ પણ ભોગે આરોગ્ય મેળવવું જ છે, જાળવવું જ છે... એવું પ્રણિધાન જેને ઊભું થયું નથી એ પથ્યસેવન અને અપક્ષત્યાગની એટલી કાળજી લેવાનો જ નથી.
પ્રણિધાનની આ કચાશ ફળાકાંક્ષાની તીવ્રતાથી તોડી શકાય છે. ફળની આકાંક્ષા જેવી તીવ્ર એવું પ્રણિધાન તીવ્ર... અને પ્રણિધાન જેવું તીવ્ર એવો યતાતિશય દૃઢ,
જેમ નિર્વેદ (= સંસાર પર વૈરાગ્ય) પ્રબળ એમ પાપભય વધારે અને તેથી પાપ-નિવૃત્તિ વધારે....
જેમ સંવેગ (મોક્ષની અભિલાષા) ઝળહળતો એમ શુભકાર્યનો આદર વધારે.. ને એ આદર જેમ વધારે તેમ શુભ પ્રવૃત્તિ, એની ચોકસાઈ, એનું વૈશિષ્ટ.... બધું જ વધારે. (આ બધું યત્નાતિશય છે.)
પ્રવૃત્તિની તીવ્રતાની માત્રાનો આધાર પ્રણિધાનની તીવ્રતા પર હોય છે. સંકલ્પ જેટલો મજબૂત હોય એટલી પ્રવૃત્તિ પાવરફુલ થવાની જ... તથા પ્રવૃત્તિ તીવ્ર હોવા છતાં પ્રણિધાન જો મંદ હોય, તો પ્રવૃત્તિ ક્યારે ઢીલી પડી જાય કે ક્યારે વળાંક લઈ લે... કશું કહેવાય નહીં...
આની સામે... પ્રણિધાન જો તીવ્ર હોય, તો મંદપ્રવૃત્તિ પણ ધીમે ધીમે તીવ્ર બનતી જાય, તેમજ તીવ્ર પ્રવૃત્તિ ક્યારેય મંદ ન પડે કે અટકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org