________________
બત્રીશી-૧૦, લેખાંક-૧૪
૫૦૯ - સામાન્યથી પ્રયતપૂર્વક થયેલી પ્રશસ્તપ્રવૃત્તિ આદર એકાગ્રતા દ્વારા ક્ષયોપશમ વધારે છે. ને પછી, એ ક્ષયોપશમ વધારે ઊંચી પ્રવૃત્તિ કરાવે છે. વિશેષ પ્રતિકૂળતા ન હોય તો બેસણાં ચાલુ રાખનારો ધીમે ધીમે એકાસણાં પર ચઢશે... ને પછી આયંબિલ વગેરે પણ કરશે. પ્રભુ વીરના મુખે વખણાયેલા કાકંદીના ધન્નાઅણગાર-નિત્ય ચઢતે પરિણામ ઉત્તરોત્તર અધિક પ્રયત્નનું ઉત્તમ ઉદાહરણ છે.
એનાથી વિપરીત, ઇચ્છાપૂર્વક કરાયેલી અપ્રશસ્તપ્રવૃત્તિ, પૂર્વે થયેલા ક્ષયોપશમને આવરે છે, ને ઔદયિકભાવને વધારે છે. ને વધેલો
ઔદયિકભાવ પાછો અપ્રશસ્તપ્રવૃત્તિ વધારે છે. એમ ઉત્તરોત્તર બંને વધતા જાય છે, ને ક્ષયોપશમ તો ક્યાંય આવરાઈ જાય છે. જેમકે ચંડકૌશિક સર્પના જીવનો ક્રોધ... ચૌદપૂર્વધર ૧૪ પૂર્વે ગુમાવે, મિથ્યાત્વે જાય ને છેવટે નિગોદમાં પણ જાય. એમાં પહેલેથી કાંઈ તીવ્ર પ્રમાદ હોતો નથી... પણ પહેલાં થોડો પ્રમાદ કરે... થોડો કર્મોદય થાય. થોડો વધારે પ્રમાદ વધારે કર્મોદય... એમ વધતાં વધતાં ઠેઠ નિગોદ સુધી પહોંચે છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ વાતને અન્યત્ર નમાવે
ચા પુખ જિરિયા તન્મવવુદ્ધિથી આ શબ્દો દ્વારા જણાવી છે. ક્રિયા જે ભાવથી કરવામાં આવે તે ભાવને વધારનારી બને છે. લાયોપથમિકભાવથી કરાતી પ્રશસ્તપ્રવૃત્તિ ક્ષાયોપથમિકભાવને વધારે છે (ને વધેલો એ ક્ષાયોપથમિકભાવ ઉત્તરકાળે વધારે પ્રબળ પ્રશસ્તપ્રવૃત્તિ કરાવે છે જે વળી ક્ષાયોપથમિકભાવને ઓર વધારે છે. એમ કરતાં કરતાં ઠેઠ ક્ષાયિકભાવ સુધી પહોંચાય છે.) એ જ રીતે ઔદયિકભાવથી કરાતી અપ્રશસ્તપ્રવૃત્તિ ઔદયિકભાવને વધારે છે જે ભવિષ્યમાં વધારે તીવ્ર અપ્રશસ્તક્રિયા કરાવે છે.
આ અંગેની વિશેષ વાતો આગામી લેખમાં જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org