________________
૫૧૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ અધિકૃતધર્મસ્થાનના ઉપાયમાં પ્રવૃત્તિ અને અપાયથી નિવૃત્તિ કરવાનો (= ઉપાયને અજમાવવાનો અને અપાયોને વર્જવાનો) ચિત્તોત્સાહ બન્યો રહેતો હોય છે. એ મંદ પડી જાય અને “વિવક્ષિત પ્રવૃત્તિ કે અપાયથી નિવૃત્તિ ન કરું એવો નિષેધભાવ અથવા “કરું કે ન કરું એવો દ્વિધાભાવ આવે એ ચિત્તનો અનુત્સાહ છે, એ ચિત્તનું વૈક્તવ્ય છે. જેના કારણે ચિત્તનું આવું વક્તવ્ય થાય એને વિદ્ગ કહેવાય છે. વિજ્ઞભૂત પરિસ્થિતિ ઉપસ્થિત થવા છતાં ચિત્તનું વક્તવ્ય ન થવા દે એવો ચિત્તપરિણામ એ વિધ્વજય કહેવાય છે. આવો વિઘજય આશય કેળવવામાં ન આવે તો ઉપસ્થિત થતું વિઘ્ન ચિત્તવૈક્લબ દ્વારા પ્રવૃત્તિને અટકાવે છે. અને તેથી સિદ્ધિ તરફની ગતિમાં અલના થાય છે. પ્રવૃત્તિની વારંવાર થતી આવી અટકાયત પ્રવૃત્તિનો નાશ કરે છે. પ્રવૃત્તિ આશયનો નાશ થયા પછી પ્રણિધાનઆશયને જાળવી રાખવો એ ખૂબ કપરું કામ બની જાય છે. એટલે જ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા પણ કેટલાય ભવ્યાત્માઓ સર્વવિરતિના પ્રણિધાનસ્વરૂપ સમ્યકત્વને જાળવી રાખવામાં સફળ બનતા નથી.
ચિત્તનું વૈક્તવ્ય કરનારી બાબતો ત્રણ છે. સાધકની આસપાસનું વાતાવરણ એ ઉપાધિ છે. શારીરિક પ્રતિકૂળતાઓ એ વ્યાધિ છે. માનસિક ભ્રમણાઓ એ આધિ છે.
કોઈ પણ ક્ષેત્રમાં પ્રવૃત્તિમાં સ્કૂલના લાવનાર પરિબળો આ ત્રણ છે. આ ત્રણને સમજાવવા માટે શાસ્ત્રકારો પથિકનું દૃષ્ટાન્ત આપે છે. ગન્તવ્યસ્થળે પહોંચવા માટે પ્રસ્થિત થયેલા પથિકને માર્ગમાં કાંટા-કાંકરા વગેરે આવે, શરીર જ્વરાદિ રોગથી ગ્રસ્ત થાય કે પોતાને દિમોહ થાય (અર્થાત્ દિશાનો નિર્ણય કરવામાં ભ્રાન્તિ થાય કે સંદેહ પડે) તો એની ગતિમાં સ્કૂલના આવે છે. માટે કાંટા, રોગ અને દિગૂ મોહ આમ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org