________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૫
૫૧૫
પ્રકારનાં વિઘ્નો વિશિષ્ટ ગમનના બાધક બને છે. કાંટા વગેરે દૂર કરવા દ્વારા, રોગ થાય જ નહીં એવી સાવધાની રાખવાથી કે રોગ થયા પર ચિકિત્સાભાવના દ્વારા એની અસરથી મુક્ત રહેવા દ્વારા કે પોતાને દિગ્મોહ થયો હોય તો શ્રદ્ધેય જાણકારનું માર્ગદર્શન લઈ એ ભ્રાન્તિ કે સંદેહને તિલાંજલી આપવા દ્વારા ગતિ પૂર્વવત્ અસ્ખલિત થઈ શકે છે. ગતિને અસ્ખલિત રાખવા માટે આ જે જે કરવું પડે તે તે વિઘ્ન પરનો જય છે.
આમાંથી દિગ્મોહ એ ચિત્તમાં નિર્માણ થયેલી વિષમતા છે, માટે આધિ સ્વરૂપ છે. જ્વરાદિ રોગ એ શરીરમાં પેદા થયેલી પ્રતિકૂળતા છે, માટે વ્યાધિ છે. ‘કાંટા' વગેરે શારીરિક કે માનસિક પરિબળો નથી, પણ બાહ્ય પરિબળ છે. માટે ઉપાધિ છે.
સાધનાના ક્ષેત્રમાં પણ ઉપાધિ, વ્યાધિ અને આધિ ચિત્તના ઉત્સાહને ખંડિત કરે છે, માટે વિઘ્નરૂપ છે. આ ત્રણ વિઘ્નો આ ક્રમે જ ભાગ ભજવે છે. અર્થાત્ ઉપાધિની અસર કરતાં વ્યાધિની અસ૨ ચિત્ત પર જલ્દીથી થાય છે, ને વ્યાધિની અસર કરતાં આધિની અસર વધારે જલ્દી થાય છે.
એટલે જ, ઉપાધિ કાલાન્તરે (પ્રવૃત્તિ) આશયનાશક છે માટે જઘન્યવિઘ્ન કહેવાય છે. વ્યાધિ શીઘ્ર આશયનાશક છે માટે મધ્યમવિઘ્ન કહેવાય છે, અને આધિ શીઘ્રતર આશયનાશક છે, માટે ઉત્કૃષ્ટવિઘ્ન કહેવાય છે.
આમ વિઘ્નના ત્રણ પ્રકાર છે. એટલે વિઘ્નજય આશયના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નજય એમ ત્રણ પ્રકાર છે.
જઘન્યવિઘ્ન ઉપસ્થિત થવાં છતાં, ચિત્તવૈક્લવ્ય ન થવા દેનાર ચિત્તપરિણતિ એ જઘન્યવિઘ્નજય નામનો આશય છે. આ જ રીતે મધ્યમવિઘ્નજય આશય અને ઉત્કૃષ્ટ વિઘ્નજય આશય જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org