________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૪
૫૦૭
પહેલાં જરૂર કરી લેવો... પણ એક વાર ઉપર ચડવાનું શરૂ કર્યું... પછી ઉપર જોયા કરનારો પડવાનો છે. ઉપર પહોંચવા માટે, પછી તો સીડી ચડવામાં જ ધ્યાન રાખવું જોઈએ. અરણિકાપુત્ર આચાર્ય ગંગા ઊતરતાં ઉપસર્ગ આવ્યો ત્યારે કેવળજ્ઞાનના વિચારમાં ન ચડ્યા... પણ અહિંસાના વિચારમાં ચડ્યા તો કેવળજ્ઞાન પામી ગયા.
(૩) પ્રયત્નાતિશય ઃ વિવક્ષિત ઉપાય અંગે પૂર્વે જે પ્રયત્ન કર્યો હોય એના કરતાં અધિક પ્રયત્ન કરવો એ પ્રયત્નાતિશય છે. વધુ વીર્યસ્ફુરણ, વધુ ચોકસાઈ, વધુ એકાગ્રતા વગેરે બધું જ અધિક પ્રયત્નરૂપ કહેવાય.
બ્રહ્મચર્યગુણની સિદ્ધિ માટે શ્રાવક પાંચ તિથિના બ્રહ્મચર્યપાલન પરથી દસ તિથિના બ્રહ્મચર્યપાલન પર આવે... પછી બાર તિથિમાં આવે... એમ ઉત્તરોત્તર વધતો જાય તો પ્રયત્નાતિશય કહેવાય.. એ જ રીતે પાલનના દિવસે સ્પર્શ વગેરે પણ વર્જવા... મનમાં પણ વિકાર ન ઊઠે એ રીતે ઉત્તરોત્તર ભાવિત થતા જવું... આ બધું પણ પ્રયત્નાતિશય કહેવાય.
પ્રયત્નાતિશય માટે પ્રવૃત્તિના પ્રારંભે મનને સજ્જ કરી લેવું એ પણ ઘણું સહાયક બને છે. જેમકે ગાથા ગોખવા બેસવું હોય ત્યારે - મનને સમજાવવું કે – મારે મારું વીર્ય ગોપવવું નથી... મનને બીજા ત્રીજા વિચારોમાં લઈ જવું નથી. બરાબર ધારણા-ઉપયોગપૂર્વક ગાથા ગોખવી છે... આ રીતે જો માનસિક સજ્જતા કેળવીને પ્રયાસ કરવામાં આવે તો ઓછા સમયમાં વધારે સારી રીતે ગાથાઓ ગોખી શકાયાનો અનુભવ થયા વગર ન રહે.
આયંબિલ કરવા બેસવું છે. રસનેન્દ્રિય પર વિજય મેળવવા માટે આયંબિલ કર્યું છે. મનને આટલી સૂચના આપી દેવામાં આવે તો જીભના ઘણા નિરર્થક તોફાનો પર અંકુશ મેળવી શકાય. બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ થાય છે - બ્રહ્મ = શુદ્ધ આત્મસ્વરૂપ... એમાં ચરવું - રમવું... એનો જ
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org