________________
લેખાંક
પ૪
પ્રણિધાનના લાભોનો વિચાર ચાલી રહ્યો છે. ગયા લેખમાં એના બે લાભો વિચારેલા. અન્ય બે લાભો વગેરેનો આ લેખમાં વિચાર કરવાનો છે.
- (૩) પ્રણિધાન (દઢસંકલ્પ) સિદ્ધિના સાધક (ઉપાય) ને બાધક (અપાય) તત્ત્વોને જાણવાની પ્રબળ જિજ્ઞાસા પેદા કરે છે. આ જિજ્ઞાસા, ઉપાય-અપાયની જાણકારી મેળવી આપનાર સામગ્રી-જ્ઞાની વગેરેની શોધ કરાવે છે. ક્યારેક એવા સંયોગસામગ્રી ન મળે તો પણ સ્વયં એવો ક્ષયોપશમ થાય છે ને ઉપાયઅપાયને પરખી શકાય છે. અંગ્રેજી ભાષામાં કહ્યું છે કે Necessity is the Mother of invention. (આવશ્યકતા એ શોધખોળની માતા છે.)
(૪) પ્રણિધાન આ ઉપાય પ્રવૃત્તિમાં અને અપાયનિવૃત્તિમાં યત્નાતિશય લાવે છે. અર્થાત્ એ પ્રવૃત્તિ-નિવૃત્તિનો દૃઢ-ખંતીલોચોકસાઈવાળો પ્રયત્ન કરાવે છે.
આ બાબતમાં પ્રણિધાન એ ખરેખર ચમત્કાર – સર્જક પરિબળ છે. આરોગ્યનું પ્રણિધાન ઊભું થઈ ગયું હોય ને બેચાર રોગો પોતાની અસર દેખાડતા હોય ત્યારે શું ખાવું ને શું ન ખાવું વગેરેનું દરેક વખતે દર્દીને પોતાને પણ આશ્ચર્ય થાય એવી રીતે અંદર ગણિત ચાલવા માંડે છે. આ ખટાશવાળું છે – એનાથી દમ ચડશે. આ ખારું છે - એનાથી પ્રેશર વધશે. એ પણ નહીં લેવાનું.. તથા આ ઘીવાળું છે. એનાથી કોલેસ્ટ્રોલ વધશે.. એ પણ વર્જવાનું. નવી નવી કોઈ પણ વાનગી ઉપસ્થિત થાય - કોઈ ગમે તેટલો આગ્રહ કરે તો પણ બધી ગરણીમાંથી પસાર થાય એ જ લેવાનું દિલ થાય... જે પસાર ન થાય તેને વર્જવાનો પોતાનો સ્વારસિક આગ્રહ અનુભવાયા જ કરે. આ પ્રણિધાનનો પ્રભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org